ગુજરાતનો ડ્રગ્સ માફિયા સામે મેગા પ્રહાર! ₹2,153 કરોડના નશીલા પદાર્થોનો નાશ

ડ્રગ્સ મુક્ત ગુજરાતના સંકલ્પને વધુ મજબૂત બનાવતા રાજ્ય સરકારે દહેજ ખાતે ₹2,153 કરોડના નશીલા પદાર્થોનો નાશ કર્યો. આ કાર્યવાહી દરમિયાન નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ સ્થળ પર હાજર રહી સમગ્ર પ્રક્રિયાનું નિરીક્ષણ કર્યું અને ડ્રગ્સ વિરુદ્ધ કડક કાર્યવાહી ચાલુ રાખવાનો સંકલ્પ વ્યક્ત કર્યો.
Rahul Desai
Rahul Desai
ગુજરાતનો ડ્રગ્સ માફિયા સામે મેગા પ્રહાર! ₹2,153 કરોડના નશીલા પદાર્થોનો નાશગુજરાતનો ડ્રગ્સ માફિયા સામે મેગા પ્રહાર! ₹2,153 કરોડના નશીલા પદાર્થોનો નાશ

ભરૂચ ડ્રગ્સ મુક્ત ગુજરાતના સંકલ્પને વધુ મજબૂત બનાવતા રાજ્ય સરકારે દહેજ ખાતે કરોડો રૂપિયાના નશીલા પદાર્થોનો નાશ કરીને ડ્રગ્સ માફિયાઓ સામે કડક સંદેશ આપ્યો છે. આ કાર્યવાહી દરમિયાન નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી પણ ઉપસ્થિત રહ્યા હતા.

સમાચાર:
ડ્રગ્સ મુક્ત રાજ્યના અભિયાન અંતર્ગત ગુજરાત સરકારે દહેજ ખાતે અંદાજે ₹2,153 કરોડ મૂલ્યના નશીલા પદાર્થોનો નાશ કર્યો. નાશ કરાયેલા જથ્થામાં 13,249.127 કિલોગ્રામ માદક દ્રવ્યોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત 867 કેસોમાં જપ્ત કરાયેલી 5,71,028 માદક દ્રવ્યોની બોટલોનો પણ નાશ કરવામાં આવ્યો હતો.

આ સમગ્ર પ્રક્રિયાનું નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ દહેજ ખાતે નિરીક્ષણ કર્યું અને ડ્રગ્સ વિરુદ્ધ રાજ્ય સરકારની ઝીરો ટોલરન્સ નીતિને વધુ મજબૂત બનાવવાનો સંકલ્પ વ્યક્ત કર્યો.

કાર્યક્રમ દરમિયાન ડ્રગ રિવોર્ડ પોલિસી હેઠળ ડ્રગ્સ સંબંધિત મહત્વના કેસો ઉકેલવામાં નોંધપાત્ર કામગીરી કરનાર અધિકારીઓ અને કર્મચારીઓને કુલ ₹59.42 લાખના રોકડ પુરસ્કાર આપી સન્માનિત કરવામાં આવ્યા. રાજ્ય સરકારે સ્પષ્ટ સંદેશ આપ્યો કે ડ્રગ્સના ગેરકાયદેસર વેપાર સામે કડક કાર્યવાહી સતત ચાલુ રહેશે.