Get News Alerts

Never miss breaking news updates.

ભૂપેન્દ્ર પટેલ અને હર્ષ સંઘવી દિલ્હી રવાના: ઉચ્ચસ્તરીય બેઠકો પર નજર

ગુજરાતના રાજકીય અને પ્રશાસનિક વર્તુળોમાં મહત્વપૂર્ણ વિકાસ જોવા મળી રહ્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી દિલ્હી પ્રવાસે જઈ રહ્યા છે, જ્યાં ઉચ્ચસ્તરીય બેઠકો અને મહત્વપૂર્ણ કાર્યક્રમોમાં તેઓ ભાગ લેશે. આ દરમિયાન રાજ્ય સંબંધિત અનેક નીતિગત મુદ્દાઓ પર ચર્ચા થવાની શક્યતા છે.
Rahul Desai
Rahul DesaiUpdated on: 09 Jun 2026 02:11 PM IST
ભૂપેન્દ્ર પટેલ અને હર્ષ સંઘવી દિલ્હી રવાના: ઉચ્ચસ્તરીય બેઠકો પર નજરભૂપેન્દ્ર પટેલ અને હર્ષ સંઘવી દિલ્હી રવાના: ઉચ્ચસ્તરીય બેઠકો પર નજર

ગાંધીનગર: ગુજરાતના નાયબ મુખ્યમંત્રી  દિલ્હી પહોંચી ગયા છે, જ્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે મોડી સાંજે અથવા આવતીકાલે વહેલી સવારે દિલ્હી પહોંચશે.

દિલ્હીમાં આગામી બે દિવસ દરમિયાન યોજાનારી મહત્વપૂર્ણ બેઠકો અને કાર્યક્રમોમાં ગુજરાત સરકારની સક્રિય ભાગીદારી રહેશે. આ મુલાકાત દરમિયાન સુરતના “ભુતિયા ડિમોલિશન” સહિતના કેટલાક મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા થવાની શક્યતા છે.

દિલ્હી પ્રવાસને કારણે રાજ્ય કેબિનેટની બેઠક મોકૂફ રાખવામાં આવી છે. સાથે જ મુખ્યમંત્રીની મંગળવાર અને બુધવારની જનતા તથા જનપ્રતિનિધિઓ સાથેની મુલાકાતો પણ રદ કરવામાં આવી છે.

પ્રવાસ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વડાપ્રધાન તરીકેના 12 વર્ષ પૂર્ણ થવાના અવસરે યોજાનારા વિશેષ કાર્યક્રમમાં મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી હાજરી આપશે. આ ઉપરાંત કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સહિતના વરિષ્ઠ નેતાઓ સાથે પણ મુલાકાત થવાની શક્યતા છે.

આ સાથે 11 જૂને યોજાનારી નીતિ આયોગની બેઠકમાં ગુજરાત સરકાર રાજ્યના વિકાસ માટેનો રોડમેપ રજૂ કરશે. જેમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર, ઔદ્યોગિક વિકાસ, રોકાણ, કૃષિ અને ટેકનોલોજી આધારિત સુશાસન જેવા ક્ષેત્રોની યોજનાઓ કેન્દ્ર સમક્ષ રજૂ કરવામાં આવશે.

AUTHOR
Rahul Desai

Rahul Desai

Author details are not available.