Gir Lion Virus: બેબીસીયા વાયરસથી માત્ર બે સિંહોના શંકાસ્પદ મોત થયા : મંત્રી અર્જુન મોઢવાડિયા



Gir Lion Virus: બેબીસીયા વાયરસથી માત્ર બે સિંહોના શંકાસ્પદ મોત થયા : મંત્રી અર્જુન મોઢવાડિયા



Gir Lion Virus: ગીરના એશિયાટિક સિંહોમાં ફરી એકવાર જીવલેણ ગણાતા બેબીસિયા વાયરસની એન્ટ્રી થતા વનવિભાગ અને પ્રાણીપ્રેમીઓમાં ચિંતા ફેલાઈ છે. 2018માં બેબીસીયા નામના રોગે વનવિભાગની ઊંઘ ઉડાડી દીધી હતી. તેવી રીતે આઠ વર્ષ પછી ફરીથી આવા રોગે ફરીથી સિંહોમાં દેખા દીધી છે. ગીર પશ્ચિમ અને ગીર પૂર્વે વનવિભાગની બોર્ડર પર સિંહોના ગ્રુપમાં આ રોગથી અનેક સિંહોના મોત થયાનું સામે આવ્યું છે. ગીરમાં 8 સિંહોના મોત પર બેબીસીયા વાયરસ અંગે વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયાની પ્રતિક્રિયા સામે આવી છે.

વાયરસગ્રસ્ત સિંહોને શોધવા તપાસ હાથ ધરાઈ
બીજી તરફ મંત્રી અર્જુન મોઢવાડિયાએ કહ્યું હતું કે, વાયરસગ્રસ્ત સિંહોના સેમ્પલ લેવામાં આવશે. માત્ર બે સિંહના શંકાસ્પદ મોત નિપજ્યાં છે. જ્યારે અન્ય સિંહોના કોન્ફિલ્ક્ટથી મોત થયાં છે. ઈતરડી એ જીવાતથી થતો વાયરસ છે. આ વાયરસને કારણે નબળાઈ આવે છે જેના કારણે પ્રાણીનું મોત નિપજે છે. આ પ્રકારના વાયરસગ્રસ્ત સિંહોને શોધવા તપાસ હાથ ધરાઈ છે. વન વિભાગની ટીમ સક્રિય છે. આ વાયરસથી વધારે મુશ્કેલી જણાતી નથી.
આખા ગ્રુપને પાંજરે પૂરી એનીમલ ડોકટરો દ્વારા તપાસ
સરસીયા રેંજ નીચેના ધારીના ઝર ગામના રેવન્યુ વિસ્તારમાંથી વનવિભાગ 8 સિંહોના આખા ગ્રુપને જશાધાર એનીમલ કેર ખાતે સિંહોના ગ્રુપને ઓબ્ઝર્વેશનમાં રાખવામાં આવ્યા છે. ત્યારે છેલ્લા એક માસમાં ગીર પશ્ચિમ અને ગીર પૂર્વે વિસ્તારમાં અનેક સિંહોના મોત થયાના સમાચાર મળી રહ્યા છે. જેને પગલે વનવિભાગ દોડતું થયું છે. ત્યારે જશાધાર રેંજ ગીર પશ્ચિમની બોર્ડર પર નવા બંદર રાઉન્ડમાં એક જ દિવસમાં બે સિંહના મોત થતા વનવિભાગે અહીં અન્ય સિંહોના સેમ્પલ લેવાની પ્રક્રિયા શરુ કરી છે. આખા ગ્રુપને પાંજરે પૂરી એનીમલ ડોકટરો દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. સાથે લીલીયા, સાવરકુંડલા પણ એકાદ મહિનામાં બીમારીને લીધે અશક્ત સિંહબાળના મોત થયા છે. વનવિભાગે જણાવ્યું છે કે હાલ સમગ્ર પરિસ્થિતિ પર નજીકથી નજર રાખવામાં આવી રહી છે અને જરૂરી તમામ પગલાં લેવામાં આવી રહ્યા છે.

R Gajjar
Rupin Bakraniya is a seasoned journalist with over 11 years of experience, he has contributed to leading media houses, including the Ahmedabad Mirror and The Indian Express. He is recognized for his analytical depth and expertise in navigating complex global and economic narratives. rupin.bakraniya@growthnownews.com



