Get News Alerts

Never miss breaking news updates.

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતનું જામનગર એરપોર્ટ પર આગમન, મહાનુભાવોએ કર્યું ઉષ્માભેર સ્વાગત

ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત બે દિવસના જામનગર જિલ્લા પ્રવાસે પહોંચ્યા છે. જામનગર એરપોર્ટ ખાતે આગમન થતાં મંત્રી, ધારાસભ્યો અને ઉચ્ચ અધિકારીઓ સહિતના મહાનુભાવોએ તેમનું ઉષ્માભેર સ્વાગત કર્યું હતું. ત્યારબાદ રાજ્યપાલને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું.
Rahul Desai
Rahul DesaiUpdated on: 12 Jul 2026 12:48 PM IST
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતનું જામનગર એરપોર્ટ પર આગમન, મહાનુભાવોએ કર્યું ઉષ્માભેર સ્વાગતરાજ્યપાલ આચાર્ય દેવવ્રતનું જામનગર એરપોર્ટ પર આગમન, મહાનુભાવોએ કર્યું ઉષ્માભેર સ્વાગત

જામનગર: ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત બે દિવસના જામનગર જિલ્લા પ્રવાસે પહોંચ્યા છે. જામનગર એરપોર્ટ ખાતે આગમન થતાં વિવિધ મહાનુભાવો અને અધિકારીઓ દ્વારા તેમનું ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. સ્વાગત બાદ રાજ્યપાલને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું.

જામનગર અને લતીપુરમાં વિવિધ કાર્યક્રમોમાં આપશે હાજરી

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના અધ્યક્ષસ્થાને જામનગર તેમજ ધ્રોલ તાલુકાના લતીપુર ગામે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. પ્રવાસ દરમિયાન તેઓ પ્રાકૃતિક કૃષિ સાથે જોડાયેલા અનેક કાર્યક્રમોમાં હાજરી આપશે.

કાર્યક્રમોમાં પ્રાકૃતિક કૃષિ સ્ટોલનું લોકાર્પણ, વૃક્ષારોપણ, સફાઈ અભિયાન, ખાટલા પરિષદ, યોગાસન અને પ્રાકૃતિક ફાર્મની મુલાકાતનો સમાવેશ થાય છે. આ ઉપરાંત ખેડૂતો સાથે કૃષિ સંવાદ પણ યોજાશે.

મંત્રી રીવાબા જાડેજા સહિત મહાનુભાવો રહ્યા ઉપસ્થિત

રાજ્યપાલના સ્વાગત માટે રાજ્યકક્ષાના શિક્ષણમંત્રી રીવાબા જાડેજા, મેયર મોનિકા વ્યાસ, જિલ્લા પંચાયત પ્રમુખ રંજનબેન જીવાણી, ધારાસભ્ય મેઘજીભાઈ ચાવડા અને દિવ્યેશભાઈ અકબરી ઉપસ્થિત રહ્યા હતા.

આ ઉપરાંત જિલ્લા કલેક્ટર પી.બી. પંડ્યા, જામનગર મ્યુનિસિપલ કમિશનર દીપેશ કેડિયા, જિલ્લા વિકાસ અધિકારી નિશા, જિલ્લા પોલીસ વડા ડૉ. રવિ મોહન સૈની અને શહેર ભાજપ અધ્યક્ષ બીનાબેન કોઠારી સહિતના મહાનુભાવો અને ઉચ્ચ અધિકારીઓએ રાજ્યપાલનું સ્વાગત કર્યું હતું.

AUTHOR
Rahul Desai

Rahul Desai

Author details are not available.