Get News Alerts

Never miss breaking news updates.

ઇન્સ્ટાગ્રામ પર બાળકોના યૌન શોષણ સંબંધિત જાહેરાતો મામલે કેન્દ્ર સરકાર કડક, મેટાને ફટકાર્યો નોટિસ

ઇન્સ્ટાગ્રામ પર પેઇડ જાહેરાતો દ્વારા બાળકોના યૌન શોષણ અને દુર્વ્યવહાર (CSEAM) સાથે જોડાયેલા કન્ટેન્ટ સામે આવ્યા બાદ કેન્દ્ર સરકાર એક્શનમાં આવી છે. ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી પ્રૌદ્યોગિકી મંત્રાલયે મેટાને નોટિસ પાઠવી આવા તમામ કન્ટેન્ટ અને જાહેરાતો તાત્કાલિક દૂર કરવા તેમજ સાત દિવસમાં જવાબ આપવા નિર્દેશ આપ્યો છે.
Rahul Desai
Rahul DesaiUpdated on: 05 Jul 2026 12:48 PM IST
ઇન્સ્ટાગ્રામ પર બાળકોના યૌન શોષણ સંબંધિત જાહેરાતો મામલે કેન્દ્ર સરકાર કડક, મેટાને ફટકાર્યો નોટિસઇન્સ્ટાગ્રામ પર બાળકોના યૌન શોષણ સંબંધિત જાહેરાતો મામલે કેન્દ્ર સરકાર કડક, મેટાને ફટકાર્યો નોટિસ

ફાઈલ ફોટો

કેન્દ્ર સરકારે ઇન્સ્ટાગ્રામ પર બાળકોના યૌન શોષણ અને દુર્વ્યવહાર (CSEAM) સાથે સંબંધિત પેઇડ જાહેરાતોને ગંભીરતાથી લઈને મેટા સામે કડક કાર્યવાહી શરૂ કરી છે. ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી પ્રૌદ્યોગિકી મંત્રાલય (MeitY)એ મેટાને નોટિસ પાઠવીને આવા તમામ કન્ટેન્ટ અને જાહેરાતોને તાત્કાલિક દૂર કરવાનો આદેશ આપ્યો છે.

સરકારી સૂત્રોના જણાવ્યા મુજબ, મંત્રાલયે મેટાને સાત દિવસની અંદર આ મામલે વિગતવાર જવાબ આપવા જણાવ્યું છે. સાથે જ ઇન્સ્ટાગ્રામની કન્ટેન્ટ મોડરેશન સિસ્ટમ, જાહેરાતોની સમીક્ષા પ્રક્રિયા અને ગેરકાયદેસર તથા હાનિકારક કન્ટેન્ટ સામે લેવાયેલા પગલાં અંગે પણ માહિતી માંગવામાં આવી શકે છે.

આ પહેલા પણ કેન્દ્ર સરકારે મેટાને સવાલ કર્યો હતો કે ઇન્સ્ટાગ્રામ પર આવા વાંધાજનક જાહેરાતો કેવી રીતે પ્રસારિત થયા અને તેને રોકવા માટે કંપનીએ અત્યાર સુધી શું પગલાં લીધા છે. બાળકોના યૌન શોષણને પ્રોત્સાહન આપતા કન્ટેન્ટ સામે અસરકારક કાર્યવાહી કરવા પણ કંપનીને સૂચના આપવામાં આવી છે.

આ દરમિયાન વોટ્સએપના નવા Username Feature અંગે પણ મેટાના પ્રતિનિધિઓએ ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી પ્રૌદ્યોગિકી મંત્રાલયના અધિકારીઓ સાથે બેઠક કરી હતી. આ ફીચર અંગે વિગતવાર જવાબ આપવા કંપનીએ ત્રણ દિવસનો સમય માંગ્યો હતો.

ઉલ્લેખનીય છે કે તાજેતરમાં ભારત સરકારે વોટ્સએપના Username Featureના અમલીકરણ પર હાલ પૂરતો વિરામ મૂક્યો હતો. તેના જવાબમાં વોટ્સએપે સ્પષ્ટ કર્યું હતું કે યુઝરનેમ ફીચર સંપૂર્ણપણે વૈકલ્પિક રહેશે અને ઓળખની ચોરી, ઓનલાઈન છેતરપિંડી તેમજ અનિચ્છનીય સંપર્કોથી બચવા માટે તેમાં અનેક સુરક્ષા વ્યવસ્થાઓ ઉમેરવામાં આવી છે.

મેટાએ વધુમાં જણાવ્યું કે કોઈપણ યુઝર માટે યુઝરનેમ બનાવવું ફરજિયાત નહીં હોય. ઉપરાંત ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર પહેલાથી નોંધાયેલા યુઝરનેમ, જાહેર હસ્તીઓ, સરકારી સંસ્થાઓ અને Meta Verified એકાઉન્ટ્સના નામ સુરક્ષિત રાખવામાં આવશે, જેથી તેનો ઉપયોગ માત્ર અધિકૃત વ્યક્તિઓ જ કરી શકે.

AUTHOR
Rahul Desai

Rahul Desai

Author details are not available.