Get News Alerts

Never miss breaking news updates.

ગીર સોમનાથની ગાંગડા નદીનું રૌદ્ર સ્વરૂપ, 250 લોકોનું સ્થળાંતર

Gir Somnath Rain: ગીર સોમનાથ જિલ્લામાં ભારે વરસાદના પરિણામે ગાંગડા ગામે નદીનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું હતું. નદીના ધસમસતા પ્રવાહનું પાણી લોકોના ઘરમાં ઘૂસી જતાં વહીવટી તંત્ર દ્વારા ત્વરિત કામગીરી દાખવતા યુદ્ધના ધોરણે આશરે 250 જેટલા લોકોનું સુરક્ષિત જગ્યાએ સ્થળાંતર કરવામાં આવ્યું હતું.
Admin
AdminUpdated on: 05 Jul 2026 03:25 PM IST
ગીર સોમનાથની ગાંગડા નદીનું રૌદ્ર સ્વરૂપ, 250 લોકોનું સ્થળાંતરગીર સોમનાથની ગાંગડા નદીનું રૌદ્ર સ્વરૂપ, 250 લોકોનું સ્થળાંતર

Gir Somnath Rain: ગીર સોમનાથ જિલ્લામાં ભારે વરસાદના પરિણામે ગાંગડા ગામે નદીનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું હતું. નદીના ધસમસતા પ્રવાહનું પાણી લોકોના ઘરમાં ઘૂસી જતાં વહીવટી તંત્ર દ્વારા ત્વરિત કામગીરી દાખવતા યુદ્ધના ધોરણે આશરે 250 જેટલા લોકોનું સુરક્ષિત જગ્યાએ સ્થળાંતર કરવામાં આવ્યું હતું.

ગાંગડા ગામે રાતના આશરે  1.00 કલાકે ભારે વરસાદના કારણે ગામની નજીક આવેલી રૂપેણ નદીનો પાળો તૂટી ગયો હતો. આ પાળો તૂટવાના કારણે રૂપેણ નદીનું પાણી ગાંગડા ગામના નવા પ્લોટ વિસ્તાર તથા ઊંટવાળા રોડ વિસ્તારમાં ઘૂસી ગયું હતું. સમગ્ર વિસ્તારમાં પાણી ભરાવાના કારણે આશરે 250 જેટલા લોકો પાણીમાં ફસાયેલા હોવાનું વહીવટી તંત્રના ધ્યાને આવ્યું હતું.

પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાને લઈ તાત્કાલિક રાહત અને બચાવ કામગીરી માટે મામલતદાર કચેરી સ્ટાફ, તાલુકા પંચાયત કચેરી સ્ટાફ, પોલીસ વિભાગ તેમજ એસ.ડી.આર.એફની ટીમ દ્વારા સંયુકત રીતે ગાંગડા પ્રાથમિક શાળા તેમજ બાપાસિતારામ આશ્રમ ખાતે રેસ્ક્યૂ કાર્યવાહી કરવામાં આવી હતી.

તંત્ર દ્વારા 115 જેટલા વ્યક્તિઓને રહેવા-જમવા તેમજ સૂવાની વ્યવસ્થા કરવામાં આવી હતી, તેમજ અન્ય લોકો પોતાના પરિવાર/કુંટુંબીજનોના ઘરે સુરક્ષિત રીતે શિફટ થયા હતાં. આમ, વહીવટીતંત્રની સમયસૂચકતાના પરિણામે ફસાયેલા તમામ 250 જેટલા લોકોનું સુરક્ષિત જગ્યાએ સ્થળાંતર કરવામાં આવ્યું હતુ તેમજ તમામ લોકો માટે ભોજન, રહેવાની, સુવાની વ્યવસ્થા કરવામાં આવી હતી.

AUTHOR
Admin

Admin

Author details are not available.