ગિફ્ટ સિટીમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે ભવ્ય યોગ શિબિર યોજાઈ



ગિફ્ટ સિટીમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે ભવ્ય યોગ શિબિર યોજાઈ



ગાંધીનગર: વડાપ્રધાન શ્રી Narendra Modiના નેતૃત્વમાં સેવા, સુશાસન અને જનકલ્યાણના 12 વર્ષ પૂર્ણ થવાના અવસરે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ અંતર્ગત આંતરરાષ્ટ્રીય યોગ દિવસ-2026 નિમિત્તે ગાંધીનગર સ્થિત GIFT City ખાતે ભવ્ય યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.

દેશના પ્રથમ આંતરરાષ્ટ્રીય ફાઇનાન્સ અને ટેકનોલોજી હબ તરીકે ઓળખાતી ગિફ્ટ સિટીમાં યોજાયેલા આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં યોગપ્રેમીઓ, કર્મચારીઓ અને નાગરિકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. યોગાભ્યાસ દ્વારા સ્વસ્થ જીવનશૈલી, માનસિક શાંતિ અને તંદુરસ્તીનો સંદેશ આપવામાં આવ્યો હતો.
આ પ્રસંગે ઉપસ્થિતોએ યોગને દૈનિક જીવનનો અભિન્ન ભાગ બનાવવા માટે સંકલ્પ વ્યક્ત કર્યો હતો. કાર્યક્રમ દરમિયાન યોગના વિવિધ આસનો અને પ્રાણાયામનું માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું.




