Get News Alerts

Never miss breaking news updates.

5 લાખની લાંચ કેસમાં ગાંધીનગરનો ક્લાસ-1 અધિકારી ACBના હાથે ઝડપાયો

ગાંધીનગર અને સુરત ખાતે કરવામાં આવેલી તપાસ દરમિયાન સત્તાવાળાઓને મોટી માત્રામાં રોકડ રકમ, દાગીના અને અન્ય કિંમતી વસ્તુઓ મળી આવી છે. કાર્યવાહી દરમિયાન કુલ રૂ. 2.64 કરોડથી વધુની મત્તા જપ્ત કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે.
Rahul Desai
Rahul DesaiUpdated on: 01 Jun 2026 01:11 PM IST
5 લાખની લાંચ કેસમાં ગાંધીનગરનો ક્લાસ-1 અધિકારી ACBના હાથે ઝડપાયો5 લાખની લાંચ કેસમાં ગાંધીનગરનો ક્લાસ-1 અધિકારી ACBના હાથે ઝડપાયો

ગાંધીનગર: સત્તાવાળાઓ દ્વારા કરવામાં આવેલી તપાસ દરમિયાન આરોપી અશ્વિન બી. ચૌધરી સાથે સંકળાયેલા સ્થળોએથી કરોડો રૂપિયાની રોકડ રકમ અને કિંમતી વસ્તુઓ જપ્ત કરવામાં આવી છે.

તપાસ દરમિયાન એક વાહનમાંથી રૂ. 5,51,730ની રોકડ રકમ તેમજ ગિફ્ટ વાઉચર્સ મળી આવ્યા હતા. ત્યારબાદ ગાંધીનગર અને સુરત સ્થિત મકાનોમાં તપાસ હાથ ધરતા આશરે રૂ. 1.70 કરોડની રોકડ રકમ મળી આવી હતી.

આ ઉપરાંત દાગીના, સોનાની લગડી સહિતની કિંમતી વસ્તુઓ પણ મળી આવી હતી, જેની કિંમત અંદાજે રૂ. 88.82 લાખ હોવાનું જણાવાયું છે.

સમગ્ર કાર્યવાહી દરમિયાન રોકડ, દાગીના અને અન્ય કિંમતી વસ્તુઓ સહિત કુલ રૂ. 2.64 કરોડની મત્તા જપ્ત કરવામાં આવી હોવાનું સત્તાવાર માહિતીમાં જણાવાયું છે.

આ કેસમાં આરોપી તરીકે અશ્વિન બી. ચૌધરીનું નામ સામે આવ્યું છે. તેમનું સરનામું ૨૨૪, સેક્ટર-19, મેટ્રો સ્ટેશનની બાજુમાં, 'ખ' ટાઇપ સરકારી વસાહત, ગાંધીનગર હોવાનું જાણવા મળ્યું છે.

હાલ સત્તાવાળાઓ સમગ્ર મામલે વધુ તપાસ કરી રહ્યા છે અને જપ્ત કરાયેલી રકમ તથા સંપત્તિના સ્ત્રોત અંગે પૂછપરછ ચાલી રહી છે.

AUTHOR
Rahul Desai

Rahul Desai

Author details are not available.