Get News Alerts

Never miss breaking news updates.

ગાંધીનગરને મળ્યો પ્રથમ આઇકોનિક કેબલ સ્ટેડ બ્રિજ, CM ભૂપેન્દ્ર પટેલે કર્યું લોકાર્પણ

અમદાવાદ અમદાવાદ અને ગાંધીનગર વચ્ચેના સૌથી વ્યસ્ત માર્ગ પર ટ્રાફિકની લાંબા સમયથી ચાલી આવતી સમસ્યાને દૂર કરવા માટે રાજ્ય સરકારે મહત્વપૂર્ણ ભેટ આપી છે. ભાટ સર્કલ (એપોલો સર્કલ) ખાતે 175 કરોડ રૂપિયાના ખર્ચે નિર્માણ પામેલા ગાંધીનગરના પ્રથમ આઇકોનિક કેબલ સ્ટેડ ઓવરબ્રિજનું આજે 5 જુલાઈએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું. આ 1.5 કિલોમીટર લાંબા બ્રિજના શરૂ થતાં દરરોજ આશરે...
Rahul Desai
Rahul DesaiUpdated on: 05 Jul 2026 11:10 AM IST
ગાંધીનગરને મળ્યો પ્રથમ આઇકોનિક કેબલ સ્ટેડ બ્રિજ, CM ભૂપેન્દ્ર પટેલે કર્યું લોકાર્પણગાંધીનગરને મળ્યો પ્રથમ આઇકોનિક કેબલ સ્ટેડ બ્રિજ, CM ભૂપેન્દ્ર પટેલે કર્યું લોકાર્પણ

અમદાવાદ અમદાવાદ અને ગાંધીનગર વચ્ચેના સૌથી વ્યસ્ત માર્ગ પર ટ્રાફિકની લાંબા સમયથી ચાલી આવતી સમસ્યાને દૂર કરવા માટે રાજ્ય સરકારે મહત્વપૂર્ણ ભેટ આપી છે. ભાટ સર્કલ (એપોલો સર્કલ) ખાતે 175 કરોડ રૂપિયાના ખર્ચે નિર્માણ પામેલા ગાંધીનગરના પ્રથમ આઇકોનિક કેબલ સ્ટેડ ઓવરબ્રિજનું આજે 5 જુલાઈએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું. આ 1.5 કિલોમીટર લાંબા બ્રિજના શરૂ થતાં દરરોજ આશરે 1.50 લાખ વાહનચાલકોને ટ્રાફિક જામમાંથી રાહત મળશે અને અમદાવાદ-ગાંધીનગર વચ્ચેની મુસાફરી વધુ ઝડપી તથા સરળ બનશે.

અમદાવાદ-ગાંધીનગર હાઈવે પર ભાટ ચોકડી પાસે દૈનિક મોટી સંખ્યામાં વાહનો પસાર થતાં ટ્રાફિકની ગંભીર સમસ્યા સર્જાતી હતી. તેને ધ્યાનમાં રાખીને આધુનિક કેબલ સ્ટેડ ટેકનોલોજીથી આ ઓવરબ્રિજનું નિર્માણ કરવામાં આવ્યું છે. ગાંધીનગરનો આ પ્રથમ કેબલ સ્ટેડ બ્રિજ હવે વાહન વ્યવહાર માટે ખુલ્લો મુકાયો છે.

લોકાર્પણ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ભાટ પાસે આવેલા નર્મદા કેનાલ બ્રિજને પહોળો કરવાની 48 કરોડ રૂપિયાની યોજનાનું ખાતમુહૂર્ત પણ કર્યું. હાલના 6 લેનના બ્રિજ પર બોટલનેક સર્જાતું હોવાથી બંને બાજુ 3-3 લેનના બે નવા બ્રિજ બનાવવામાં આવશે. આ કામગીરી પૂર્ણ થયા બાદ કુલ 12 લેનનો બ્રિજ ઉપલબ્ધ બનશે, જેના કારણે વાહનચાલકોને વધુ સરળ અને અવરોધમુક્ત મુસાફરીનો લાભ મળશે.

નર્મદા કેનાલ પર નવા બ્રિજના નિર્માણ દરમિયાન પાણી વચ્ચે પિલર ઉભા કરવા માટે પોન્ટૂન ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવશે, જેમાં ભારે મશીનોને તરતા પ્લેટફોર્મ પર રાખીને કામગીરી હાથ ધરાશે. બંને પ્રોજેક્ટ પૂર્ણ થયા બાદ અમદાવાદ અને ગાંધીનગર વચ્ચેનો ટ્રાફિક વધુ સુવ્યવસ્થિત બનવાની સાથે મુસાફરીનો સમય પણ નોંધપાત્ર રીતે ઘટશે.

બ્રિજ શરૂ કરતા પહેલાં તેની લોડ વહન ક્ષમતાની કડક ચકાસણી પણ કરવામાં આવી હતી. ટેસ્ટિંગ દરમિયાન 700 ટનથી વધુ વજન ધરાવતા 18 ભારે ટ્રકોને અલગ-અલગ પોઈન્ટ પર ઉભા રાખીને બ્રિજના મુખ્ય માળખા અને સ્ટીલ કેબલ્સ પર પડતા દબાણનું વિગતવાર નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. સામાન્ય કોન્ક્રીટ બ્રિજની સરખામણીએ કેબલ સ્ટેડ બ્રિજની ચકાસણી વધુ લાંબી અને જટિલ પ્રક્રિયા હોવાથી વિશેષ તકેદારી રાખવામાં આવી હતી.

આ બ્રિજની વિશેષતા તેના 38 મીટર ઊંચા પાયલોન અને તેને ટેકો આપતા મજબૂત સ્ટીલ કેબલ્સ છે. કેબલ સ્ટેડ ટેકનોલોજીનો ઉપયોગ વિશ્વના અનેક વિકસિત દેશો, ખાસ કરીને જાપાન અને ચીનમાં થાય છે. હવે આ આધુનિક ટેકનોલોજીથી તૈયાર થયેલો ગાંધીનગરનો પ્રથમ કેબલ સ્ટેડ બ્રિજ રાજ્યના ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં એક નવી ઓળખ ઉભી કરશે.

AUTHOR
Rahul Desai

Rahul Desai

Author details are not available.