ગાંધીનગરમાં ભેળસેળિયા તત્વો સામે કડક કાર્યવાહી, 2 મહિનામાં 6 કંપનીઓ સીલ: આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયા



ફાઈલ ફોટો
ગાંધીનગરમાં ભેળસેળિયા તત્વો સામે કડક કાર્યવાહી, 2 મહિનામાં 6 કંપનીઓ સીલ: આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયા



ફાઈલ ફોટો
ગાંધીનગર: રાજ્યમાં ભેળસેળિયા દવાઓ અને ગેરકાયદે દવા વેચાણ સામે આરોગ્ય વિભાગે મોટી કાર્યવાહી શરૂ કરી છે. આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયાએ જણાવ્યું છે કે છેલ્લા બે મહિનામાં ભેળસેળ કરતી 6 કંપનીઓને સીલ કરવામાં આવી છે અને આગામી સમયમાં આવી પ્રવૃત્તિઓ સામે વધુ કડક પગલાં લેવાશે.
પ્રિસ્ક્રિપ્શન વિના દવા વેચાણ સામે ખાસ અભિયાન
આરોગ્ય મંત્રીએ સ્પષ્ટ જણાવ્યું કે હવે ડૉક્ટરની પ્રિસ્ક્રિપ્શન વિના કોઈપણ દવાની વેચાણ પર સંપૂર્ણ નિયંત્રણ લાવવામાં આવશે. આ માટે રાજ્યભરમાં ખાસ અભિયાન શરૂ કરવામાં આવશે જેથી ગેરકાયદે દવા વેચાણ પર રોક લગાવી શકાય.
ઓનલાઈન દવા વેચાણ અને નશીલા કફ સિરપ પર નજર
ઓનલાઈન પ્લેટફોર્મ પર થતું દવાઓનું વેચાણ અને નશીલા કફ સિરપના ગેરકાયદે વેચાણ સામે પણ સતત કાર્યવાહી ચાલુ રહેશે. આરોગ્ય વિભાગ અને ફૂડ એન્ડ ડ્રગ વિભાગ દ્વારા સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે.
છેલ્લા 6 મહિનાથી સતત કાર્યવાહી
મંત્રીના જણાવ્યા મુજબ છેલ્લા 6 મહિનાથી ભેળસેળ સામે સતત અભિયાન ચાલી રહ્યું છે અને અનેક ગેરકાયદે એકમોને સીલ કરવામાં આવ્યા છે. ખાદ્ય પદાર્થોમાં ભેળસેળ કરનારાઓ સામે પણ કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે.
મનપા અને ફૂડ વિભાગ એક્શન મોડમાં
મ્યુનિસિપલ કોર્પોરેશન અને ફૂડ એન્ડ ડ્રગ વિભાગ સાથે મળીને ભેળસેળિયા તત્વો સામે કડક કાર્યવાહી કરી રહ્યા છે. સરકારનું સ્પષ્ટ વલણ છે કે લોકોના આરોગ્ય સાથે કોઈપણ પ્રકારની ચેડા સહન કરવામાં નહીં આવે.
ફાર્મસી વિદ્યાર્થીઓ માટે નવી તકો
આરોગ્ય મંત્રીએ જણાવ્યું કે આગામી સમયમાં ફાર્મસી ક્ષેત્રના વિદ્યાર્થીઓ માટે જોબ પ્લેસમેન્ટની વધુ તકો ઊભી થશે, કારણ કે દવા ક્ષેત્રમાં નિયંત્રણ અને વ્યવસ્થા વધુ મજબૂત કરવામાં આવી રહી છે.
ભેળસેળ સામે સામૂહિક લડતની અપીલ
પ્રફુલ પાનસેરિયાએ જણાવ્યું કે વિકસિત ભારત માટે સ્વસ્થ સમાજ જરૂરી છે, અને તેથી ભેળસેળિયા તત્વોનો સામૂહિક બહિષ્કાર કરવો જરૂરી છે. તેમણે સ્પષ્ટ કર્યું કે સરકાર આ મુદ્દે ઝીરો ટોલરન્સ નીતિ અપનાવી રહી છે.




