ગાંધીનગરમાં 42મી ભગવાન જગન્નાથ રથયાત્રાની તૈયારીઓ પૂર્ણતાની આરે, 16 જુલાઈએ 29 કિમીની ભવ્ય નગરયાત્રા

ગાંધીનગર શહેરમાં ભગવાન જગન્નાથજીની 42મી પરંપરાગત રથયાત્રાને લઈને તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે. આવતી 16 જુલાઈએ સેક્ટર-22 સ્થિત પંચદેવ મંદિરથી વિધિવત પૂજન અને મંગળ આરતી બાદ ભગવાન જગન્નાથ, ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રાની ભવ્ય નગરયાત્રા પ્રસ્થાન કરશે. આશરે 29 કિલોમીટરના નિર્ધારિત માર્ગ પર નીકળનારી આ રથયાત્રામાં હજારો ભક્તો જોડાશે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી છે.
Growth Now News
Growth Now News
ગાંધીનગરમાં 42મી ભગવાન જગન્નાથ રથયાત્રાની તૈયારીઓ પૂર્ણતાની આરે, 16 જુલાઈએ 29 કિમીની ભવ્ય નગરયાત્રાગાંધીનગરમાં 42મી ભગવાન જગન્નાથ રથયાત્રાની તૈયારીઓ પૂર્ણતાની આરે, 16 જુલાઈએ 29 કિમીની ભવ્ય નગરયાત્રા

ગાંધીનગર શહેરમાં ભગવાન જગન્નાથજીની 42મી પરંપરાગત રથયાત્રાને લઈને તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે. આવતી 16 જુલાઈએ સેક્ટર-22 સ્થિત પંચદેવ મંદિરથી વિધિવત પૂજન અને મંગળ આરતી બાદ ભગવાન જગન્નાથ, ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રાની ભવ્ય નગરયાત્રા પ્રસ્થાન કરશે. આશરે 29 કિલોમીટરના નિર્ધારિત માર્ગ પર નીકળનારી આ રથયાત્રામાં હજારો ભક્તો જોડાશે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી છે.

સેક્ટર-22નું પંચદેવ મંદિર ગાંધીનગરના અગ્રણી ધાર્મિક કેન્દ્રોમાંનું એક માનવામાં આવે છે. ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલ, આનંદીબેન પટેલ અને વિજય રૂપાણી સહિત અનેક રાજકીય આગેવાનો અહીં દર્શન માટે આવતા રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ ગુજરાતના મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળ દરમિયાન આ મંદિરમાં નિયમિત દર્શન માટે આવતા હતા. વર્તમાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ મંદિરના વિવિધ ધાર્મિક કાર્યક્રમોમાં સમયાંતરે હાજરી આપતા રહ્યા છે.

રથયાત્રા દરમિયાન બપોરે જલારામ મંદિર (મોસાળ) ખાતે ભગવાનને છપ્પન ભોગ અર્પણ કરવામાં આવશે અને વિશેષ ધાર્મિક વિધિઓ યોજાશે. મોટી સંખ્યામાં ભક્તો માટે મહાપ્રસાદનું આયોજન પણ કરવામાં આવ્યું છે. સમગ્ર આયોજનને સફળ બનાવવા માટે રથયાત્રા મહોત્સવ સમિતિએ 21થી વધુ વિવિધ સમિતિઓની રચના કરી છે.

સમિતિના ઉપાધ્યક્ષ અતુલ નાયકે જણાવ્યું કે, આ વર્ષે વિવિધ સામાજિક અને ધાર્મિક સંસ્થાઓને સેવા કરવાનો અવસર આપવામાં આવ્યો છે. સમગ્ર માર્ગ પર પીવાના પાણી, છાશ અને પ્રસાદની વ્યવસ્થા રહેશે. રથયાત્રામાં 7 શણગારેલા ઘોડા, 7 ભજન મંડળીઓ, બે ડીજે, બેન્ડ-બાજા, નાસિક ઢોલ અને કરાટે ગ્રુપ સહિતના સાંસ્કૃતિક કાર્યક્રમો આકર્ષણનું કેન્દ્ર બનશે. સુરક્ષા અને ટ્રાફિક વ્યવસ્થાને ધ્યાનમાં રાખીને પોલીસ અને વહીવટી તંત્ર દ્વારા વિશેષ આયોજન કરવામાં આવ્યું છે.