Get News Alerts

Never miss breaking news updates.

ગાંધીનગરમાં FABEXA-11 એક્ઝિબિશનનું ભવ્ય આયોજન, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ લીધી મુલાકાત

ગાંધીનગરમાં મસ્કતી કાપડ માર્કેટ મહાજન દ્વારા આયોજિત FABEXA-11 એક્ઝિબિશનને લઈને ઉદ્યોગ જગતમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. કાપડ ઉદ્યોગના વિકાસ અને નવી ટેકનોલોજીને પ્રોત્સાહન આપવા માટે યોજાયેલા આ એક્ઝિબિશનની નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ મુલાકાત લઈ આયોજનની પ્રશંસા કરી હતી.
Rahul Desai
Rahul DesaiUpdated on: 01 Jun 2026 03:17 PM IST
ગાંધીનગરમાં FABEXA-11 એક્ઝિબિશનનું ભવ્ય આયોજન, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ લીધી મુલાકાતગાંધીનગરમાં FABEXA-11 એક્ઝિબિશનનું ભવ્ય આયોજન, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ લીધી મુલાકાત

ગાંધીનગર: મસ્કતી કાપડ માર્કેટ મહાજન દ્વારા ગાંધીનગરમાં 29 મે થી 1 જૂન સુધી FABEXA-11 એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું છે. આ એક્ઝિબિશનનું ઉદ્દેશ કાપડ ઉદ્યોગના વિકાસને પ્રોત્સાહન આપવું અને નવી ટેકનોલોજી તથા વ્યવસાયિક તકોથી ઉદ્યોગને વધુ મજબૂત બનાવવાનો છે.

આ એક્ઝિબિશનમાં વિવિધ કાપડ ઉત્પાદકો અને વેપારીઓએ ભાગ લીધો છે, જ્યાં નવી ડિઝાઇન, ટેકનોલોજી અને માર્કેટિંગ તકો રજૂ કરવામાં આવી રહી છે.

નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ એક્ઝિબિશનની મુલાકાત લઈ આયોજનની પ્રશંસા કરી હતી. તેમણે ઉદ્યોગકારો સાથે સંવાદ કરી કાપડ ઉદ્યોગના વિકાસ માટે આવા કાર્યક્રમો મહત્વપૂર્ણ હોવાનું જણાવ્યું હતું.

મસ્કતી કાપડ માર્કેટ મહાજનના આગેવાનો મુજબ, FABEXA-11 એક્ઝિબિશન કાપડ ઉદ્યોગ માટે નવી દિશા અને નવી તકઓ ઉભી કરશે.

આ કાર્યક્રમને લઈને વેપારીઓ અને ઉદ્યોગ જગતમાં સકારાત્મક પ્રતિસાદ જોવા મળી રહ્યો છે અને આયોજકો દ્વારા તેને સફળ બનાવવા માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે.

AUTHOR
Rahul Desai

Rahul Desai

Author details are not available.