'ધુરંધર' એ રચ્યો ઈતિહાસ: 3000 કરોડની કમાણી કરનારી પહેલી ભારતીય ફ્રેન્ચાઈઝી બની, 'બાહુબલી' અને 'પુષ્પા'ના રેકોર્ડ ધ્વસ્ત



'ધુરંધર' એ રચ્યો ઈતિહાસ: 3000 કરોડની કમાણી કરનારી પહેલી ભારતીય ફ્રેન્ચાઈઝી બની, 'બાહુબલી' અને 'પુષ્પા'ના રેકોર્ડ ધ્વસ્ત



Dhurandhar Franchise Box Office Record: ભારતીય સિનેમાના ઈતિહાસમાં એક નવો અધ્યાય લખાયો છે. રણવીર સિંહની 'ધુરંધર' ફ્રેન્ચાઈઝીએ તે સિદ્ધિ હાંસલ કરી છે જે અત્યાર સુધી માત્ર એક સપનું માનવામાં આવતું હતું. જોકે આ સિરીઝે વિશ્વભરમાં કુલ 3000 કરોડ રૂપિયાના કલેક્શનનો જાદુઈ આંકડો પાર કરીને નંબર 1નું સિંહાસન કબજે કર્યું છે. આ સફળતા સાથે તેણે 'બાહુબલી' અને 'પુષ્પા' જેવી બ્લોકબસ્ટર ફ્રેન્ચાઈઝીઓને પણ પાછળ છોડી દીધી છે.
ઐતિહાસિક સફરની શરૂઆત
આ સિરીઝની શરૂઆત 5 ડિસેમ્બર 2025ના રોજ થઈ હતી. 'ધુરંધર' ના પહેલા ભાગે રિલીઝ થતાની સાથે જ બોક્સ ઓફિસના તમામ સમીકરણો બદલી નાખ્યા હતા. ભારતમાં આ ફિલ્મે ₹840 કરોડનું નેટ કલેક્શન કર્યું હતું, જ્યારે વૈશ્વિક સ્તરે તેનું કુલ ગ્રોસ કલેક્શન ₹1307.35 કરોડ રહ્યું હતું.
'ધુરંધર 2' એ મચાવી ધૂમ
પ્રથમ ભાગની સફળતાના માત્ર ચાર મહિના બાદ 'ધુરંધર 2: ધ રિવન્જ' એ મોટા પડદા પર આવી હતી. રણવીર સિંહના પાવરફુલ પરફોર્મન્સે દર્શકોને ઘેલા કર્યા. આ ભાગે ભારતમાં ₹1000 કરોડના નેટ કલેક્શનના આંકડાને પાર કરનારી પ્રથમ સિંગલ લેંગ્વેજ ફિલ્મનો રેકોર્ડ બનાવ્યો. 'ધુરંધર 2' એ વિશ્વભરમાં ₹1712 કરોડની જોરદાર કમાણી કરી છે.
રેકોર્ડબ્રેક આંકડાઓ પર એક નજર (13 એપ્રિલ 2026 સુધી)
- ધુરંધર (ભાગ 1): ₹1307.35 કરોડ (વર્લ્ડવાઇડ ગ્રોસ)
- ધુરંધર 2 (ભાગ 2): ₹1712.00 કરોડ (વર્લ્ડવાઇડ ગ્રોસ)
- કુલ કલેક્શન: ₹3019.35 કરોડ
બાહુબલી અને પુષ્પાને પછાડ્યા
જો આપણે સરખામણી કરીએ તો, અત્યાર સુધી 'બાહુબલી' ફ્રેન્ચાઈઝીની કુલ કમાણી અંદાજે ₹2438 કરોડ હતી અને 'પુષ્પા' સીરીઝની કમાણી ₹2092.20 કરોડ રહી છે. આમ, 'ધુરંધર' હવે ભારતીય ફિલ્મ ઉદ્યોગની સૌથી સફળ અને સૌથી વધુ કમાણી કરનારી ફ્રેન્ચાઈઝી બની ગઈ છે.




