કાન્સાસ સિટીમાં ઇંગ્લેન્ડ ફૂટબોલ ટીમના સાધનોની ચોરી, પોલીસ તપાસમાં વ્યસ્ત



ફાઈલ ફોટો
કાન્સાસ સિટીમાં ઇંગ્લેન્ડ ફૂટબોલ ટીમના સાધનોની ચોરી, પોલીસ તપાસમાં વ્યસ્ત



ફાઈલ ફોટો
નવી દિલ્હી: ફિફા વર્લ્ડ કપ 2026માં પોતાના પ્રથમ મેચ પહેલા ઇંગ્લેન્ડ ફૂટબોલ ટીમને મોટો ઝટકો લાગ્યો છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ ટીમના કેટલાક ટ્રેનિંગ સાધનો કાન્સાસ સિટી પહોંચતા પહેલા જ ચોરી થઈ ગયા છે, જેના પગલે સ્થાનિક પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે.
મળતી માહિતી મુજબ ઇંગ્લેન્ડ ટીમનો ટ્રેનિંગ સામાન ફ્લોરિડા સ્થિત પ્રી-ટૂર્નામેન્ટ ટ્રેનિંગ કેમ્પમાંથી કાન્સાસ સિટી સ્થિત સ્વોપ સોકર વિલેજ મોકલવામાં આવી રહ્યો હતો. દરમિયાન પરિવહન દરમિયાન વાહનમાંથી કેટલાક સાધનો ગુમ થયા હોવાનું જાણવા મળ્યું છે.
ઇંગ્લેન્ડ ફૂટબોલ એસોસિએશનના અધિકારીઓએ જણાવ્યું છે કે આ ઘટના અંગે પોલીસ તપાસ ચાલી રહી છે અને તેઓ તમામ જરૂરી સહકાર આપી રહ્યા છે. BBC રિપોર્ટ મુજબ પોલીસએ જણાવ્યું છે કે “ટીમના વાહનમાંથી સાધનોની સંભાવિત ચોરીના મામલે તપાસ શરૂ કરવામાં આવી છે અને બે વ્યક્તિઓને અટકાયત હેઠળ લેવામાં આવ્યા છે.”
આ ઘટના એવા સમયે બની છે જ્યારે ઇંગ્લેન્ડ ટીમ વર્લ્ડ કપ અભિયાનની તૈયારી કરી રહી છે. ટીમ બુધવારે ડલાસમાં ક્રોએશિયા સામે પોતાનો ગ્રુપ સ્ટેજ મેચ રમવાની છે.
તેમ છતાં ટીમ મેનેજમેન્ટનું માનવું છે કે આ ઘટનાથી ટીમની તૈયારી પર મોટો અસર નહીં પડે અને જરૂરી સાધનોની વ્યવસ્થા તાત્કાલિક કરવામાં આવી રહી છે.




