પૂર્વ કચ્છ પોલીસના ASI સુભાષચંદ્ર રાજગોરનું હૃદયરોગના હુમલાથી આકસ્મિક નિધન



પૂર્વ કચ્છ પોલીસના ASI સુભાષચંદ્ર રાજગોરનું હૃદયરોગના હુમલાથી આકસ્મિક નિધન



ભુજ: પૂર્વ કચ્છ પોલીસ વિભાગમાં આસિસ્ટન્ટ સબ-ઇન્સ્પેક્ટર (ASI) તરીકે ફરજ બજાવતા સુભાષચંદ્ર લાલજીભાઈ રાજગોરનું હૃદયરોગના હુમલાના કારણે આકસ્મિક નિધન થતાં પોલીસ બેડા સહિત સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી પ્રસરી ગઈ છે. તેમના અવસાનના સમાચાર મળતા સહકર્મચારીઓ, મિત્રો અને પરિચિતોમાં દુઃખની લાગણી વ્યાપી ગઈ હતી.
સહકર્મચારીઓએ અશ્રુભીની આંખે અંતિમ સલામી આપી, અંતિમ યાત્રામાં પોલીસ જવાનો અને ગામજનોએ શ્રદ્ધાંજલિ અર્પી
માહિતી અનુસાર, સુભાષચંદ્ર રાજગોર પૂર્વ કચ્છ પોલીસ વિભાગમાં ASI તરીકે ફરજ બજાવી રહ્યા હતા. હૃદયરોગનો અચાનક હુમલો આવતાં તેમનું નિધન થયું હતું. તેમના નિધનથી પરિવારજનો ઉપરાંત પોલીસ વિભાગે પણ એક અનુભવી અને કર્તવ્યનિષ્ઠ અધિકારી ગુમાવ્યો છે.
તેમના અંતિમ દર્શન દરમિયાન પોલીસ વિભાગના અધિકારીઓ અને જવાનોએ ઉપસ્થિત રહી ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. ત્યારબાદ પોલીસ દ્વારા તેમને ગાર્ડ ઓફ ઓનર સાથે અશ્રુભીની આંખે અંતિમ સલામી આપવામાં આવી હતી.




