DyCM હર્ષ સંઘવીએ મધરાતે બોલાવી મીટિંગ, તમામ IG-SP સહિત DGP હાજર; જાણો કારણ



DyCM હર્ષ સંઘવીએ મધરાતે બોલાવી મીટિંગ, તમામ IG-SP સહિત DGP હાજર; જાણો કારણ



Harsh Sanghavi: ઉપમુખ્યમંત્રી અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ અચાનક મધરાતે મીટિંગ બોલાવી હતી. રાજ્યના નાગરિકોને સાયબર સુરક્ષિત રાખવા અને સાયબર ક્રિમિનલ્સની કમર તોડી નાંખવાના ઉદ્દેશ્ય સાથે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં વીડિયો કોન્ફરન્સના માધ્યમથી મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી.
આવતીકાલથી ‘ઓપરેશન મ્યુલ હંટ 2.0’ અંતર્ગત રાજ્યભરના તમામ જિલ્લાઓમાં મ્યુલ એકાઉન્ટ સર્જીકલ સ્ટ્રાઈક કરવા કડક આદેશ આપવામાં આવ્યા છે. આ મીટિંદમાં રાજ્યના તમામ IG, જિલ્લા પોલીસ વડા સહિત રાજ્યના પોલીસ વડા ડૉ. કે.એલ.એન.રાવ પણ હાજર રહ્યા હતા. તમામ શહેરના પોલીસ કમિશનર તેમજ તમામ જિલ્લાના પોલીસ વડાઓને વીડિયો કોન્ફરન્સના માધ્યમથી કડક સૂચનાઓ આપવામાં આવી છે.
શું છે ઓપરેશન મ્યુલ હન્ટ?
ઓપરેશન મ્યુલ હન્ટ (Operation Mule Hunt) એ ગુજરાત પોલીસના સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સ (Cyber Centre of Excellence) દ્વારા સાયબર ક્રાઈમ અને ઓનલાઈન ફ્રોડના નેટવર્કને તોડી પાડવા માટે ચલાવવામાં આવતું એક અત્યંત મહત્વનું અભિયાન છે.




