Get News Alerts

Never miss breaking news updates.

દ્વારકા-ઓખા હાઈવે પર યુવકનો મૃતદેહ મળતા ચકચાર, હત્યા કે અકસ્માત?

Dwarka News: દ્વારકા-ઓખા હાઈવે પર એક 19 વર્ષીય યુવકનો મૃતદેહ મળી આવતા વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. મૃતકની ઓળખ યુવરાજસિંહ જાડેજા તરીકે થઈ છે. પ્રાપ્ત માહિતી અનુસાર, યુવરાજસિંહ જામનગરથી ભીમરાણા જવા માટે નીકળ્યો હતો.
Admin
AdminUpdated on: 19 May 2026 08:13 PM IST
દ્વારકા-ઓખા હાઈવે પર યુવકનો મૃતદેહ મળતા ચકચાર, હત્યા કે અકસ્માત?દ્વારકા-ઓખા હાઈવે પર યુવકનો મૃતદેહ મળતા ચકચાર, હત્યા કે અકસ્માત?

Dwarka News: દ્વારકા-ઓખા હાઈવે પર એક 19 વર્ષીય યુવકનો મૃતદેહ મળી આવતા વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. મૃતકની ઓળખ યુવરાજસિંહ જાડેજા તરીકે થઈ છે. પ્રાપ્ત માહિતી અનુસાર, યુવરાજસિંહ જામનગરથી ભીમરાણા જવા માટે નીકળ્યો હતો.

મૃતદેહ નજીકથી યુવરાજસિંહની એક્સેસ બાઈક પણ મળી આવી હતી. આ ઘટનાની જાણ થતાં પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને મૃતદેહનો કબજો મેળવી પોસ્ટમોર્ટમ અર્થે સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો.

પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે, આ હત્યા છે કે અકસ્માત છે, તે અંગે હજુ કોઈ સ્પષ્ટતા થઈ નથી. આ મામલે પોલીસે બંને દિશામાં તપાસ શરૂ કરી છે અને સમગ્ર ઘટનાની વિગતવાર તપાસ હાથ ધરી છે.
 
AUTHOR
Admin

Admin

Author details are not available.