‘મંગળવારે પાવરપ્લાન્ટ-બ્રિજ બધું ઉડાવી દઈશ’ અલ્લાહનું નામ લઈને ટ્રમ્પે ઇરાનીઓને ગાળો ભાંડી



‘મંગળવારે પાવરપ્લાન્ટ-બ્રિજ બધું ઉડાવી દઈશ’ અલ્લાહનું નામ લઈને ટ્રમ્પે ઇરાનીઓને ગાળો ભાંડી



Donald Trump Warning to Iran: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની ઈરાનને આપેલી 48 કલાકની ચેતવણી સોમવારે પૂરી થઈ રહી છે. આ પહેલા પણ તેમણે રવિવારે ઈરાનને ગાળો આપી હતી અને આગામી બે દિવસની પોતાની યોજના જણાવી હતી.
તેમણે ફરી એકવાર ઈરાનને નવી ધમકી આપતા કહ્યું હતું કે, સોમવારે બપોરે 1:00 વાગ્યે તેઓ ઓવલ ઓફિસમાં સૈન્ય સાથે પ્રેસ કોન્ફરન્સ કરશે અને મંગળવારે તેઓ ઈરાનના તમામ પાવર પ્લાન્ટ અને પુલનો નાશ કરશે. તેમણે હોર્મુઝ સ્ટ્રેટ ખોલવાની ધમકી આપી હતી અને કહ્યું હતું કે, જો આ કરવામાં નહીં આવે તો નર્ક જોવા માટે તૈયાર રહો. અલ્હમદુલિલ્લાહ.
ટ્રમ્પે તેમના ટ્રુથ સોશિયલ પેજ પર શેર કરેલી પોસ્ટમાં કહ્યું કે, ‘મંગળવારે, ઈરાન પાવર પ્લાન્ટ ડે અને બ્રિજ ડે એકસાથે ઉજવશે. એક જ દિવસમાં બધું એકસાથે ઉકેલવામાં આવશે. કંઈક એવું બનશે જે પહેલાં ક્યારેય બન્યું નથી. પાગલ લોકો, સ્ટ્રેટ ખોલો, નહીં તો તમે નર્ક જોશો. અલહમદુલિલ્લાહ!’ અગાઉ એવું કહેવામાં આવ્યું હતું કે, તેઓ સોમવારે બપોરે 1:00 વાગ્યે ઓવલ ઓફિસમાં સૈન્ય સાથે પ્રેસ કોન્ફરન્સ કરશે.
ધમકીનો નવો અર્થ શું છે?
ટ્રમ્પની નવી ધમકીને સરળ શબ્દોમાં કહીએ તો, તેઓ સોમવારે ઓવલ ઓફિસમાં સૈન્ય સાથે એક પ્રેસ કોન્ફરન્સ કરશે. ત્યારબાદ મંગળવારે લશ્કરી કાર્યવાહી કરવામાં આવશે. જેમાં ઈરાનમાં પાવર પ્લાન્ટ અને પુલોને નિશાન બનાવવામાં આવશે. અલ્લાહની સ્તુતિ કરતી વખતે તેમણે ઈરાની નેતૃત્વને પાગલ ગણાવ્યું અને સીધું અલ્ટીમેટમ આપ્યું: હોર્મુઝ સ્ટ્રેટને તાત્કાલિક ફરીથી ખોલો, નહીં તો નર્કનો સામનો કરો. અંતે, તેમણે કહ્યું, બસ જોતા રહો.




