ટ્રમ્પની ઇરાનને ધમકી - વાતચીતથી માનો કે સૈન્ય શક્તિથી, હોર્મુઝ તો ખુલશે જ!



ફાઇલ તસવીર
ટ્રમ્પની ઇરાનને ધમકી - વાતચીતથી માનો કે સૈન્ય શક્તિથી, હોર્મુઝ તો ખુલશે જ!



ફાઇલ તસવીર
Iran America War: પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદમાં અમેરિકા અને ઈરાન વચ્ચે મહત્વપૂર્ણ શાંતિ મંત્રણા યોજાવવાની છે તે પહેલાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કડક વલણ અપનાવ્યું છે. ટ્રમ્પે સ્પષ્ટ કર્યું છે કે, વ્યૂહાત્મક હોર્મુઝ સ્ટ્રેટ ટૂંક સમયમાં સંપૂર્ણપણે ફરી ખુલશે અને આ તે માટે અમેરિકાને ઈરાનના સહયોગની જરૂર નથી.
ટ્રમ્પે પોતાના નિવેદનમાં કહ્યું કે, ઈરાન આપણને ટેકો આપે કે ન આપે, અમે હોર્મુઝ સ્ટ્રેટ ખોલીશું. આ કામ ખૂબ જ ટૂંક સમયમાં થશે. આંતરરાષ્ટ્રીય જળસીમાનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું કે, કોઈપણ દેશને અહીં જહાજો પાસેથી 'ટોલ' કે ફી વસૂલવાની મંજૂરી આપવામાં આવશે નહીં.
તેમણે કડકાઈપૂર્વક કહ્યું કે, આ આંતરરાષ્ટ્રીય જળસીમા છે અને અમે ઈરાનને મનસ્વી રીતે કામ કરવા દઈશું નહીં. ટ્રમ્પે દાવો કર્યો કે, ઈરાન હવે લશ્કરી રીતે ખૂબ નબળું પડી ગયું છે. તેમણે પુનરોચ્ચાર કર્યો કે, અમેરિકાનું મુખ્ય લક્ષ્ય એ સુનિશ્ચિત કરવાનું છે કે ઈરાન પાસે પરમાણુ શસ્ત્રો ન હોય. જો કે, તેમણે સ્પષ્ટતા કરી કે તેમનો ઉદ્દેશ્ય ઈરાનમાં 'શાસન પરિવર્તન' લાવવાનો નથી.
રાજદ્વારીની સાથે લશ્કરી વિકલ્પો પણ તૈયાર
રાષ્ટ્રપતિ ટ્રમ્પે વાતચીત માટે દરવાજા ખુલ્લા રાખ્યા છે, આ સાથે જ લશ્કરી કાર્યવાહીની ધમકી પણ આપી છે. તેમણે જણાવ્યું હતું કે, જો ઇસ્લામાબાદ વાટાઘાટો નિષ્ફળ જાય છે, તો યુનાઇટેડ સ્ટેટ્સ કડક કાર્યવાહી કરવા માટે સંપૂર્ણપણે તૈયાર છે. તેમણે કહ્યુ હતુ કે, ‘અમારા નૌકાદળના જહાજોને સૌથી આધુનિક અને ઘાતક શસ્ત્રોથી સજ્જ કરવામાં આવી રહ્યા છે. જો વાટાઘાટો ઉકેલ લાવવામાં નિષ્ફળ જાય, તો અમે આ શસ્ત્રોનો ખૂબ જ અસરકારક રીતે ઉપયોગ કરીશું.’




