Get News Alerts

Never miss breaking news updates.

બુલેટની ચાવીને લઈને ધોળકાના વૌઠામાં ખૂની ખેલ: સાળાએ બનેવીની લાકડાના ફટકાથી હત્યા કરી

અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકાના વૌઠા ગામમાં નજીવી બાબતે સંબંધો લોહિયાળ બનતા એક વ્યક્તિનું કરુણ મોત નિપજ્યું છે. બુલેટ મોટરસાયકલની ચાવી માંગવાની બાબતે થયેલા ઝઘડામાં સાળાએ પોતાના બનેવી પર જીવલેણ હુમલો કરી તેને મોતને ઘાટ ઉતારી દીધો હતો. પોલીસે આરોપીની ધરપકડ કરીને વધુ તપાસ શરૂ કરી છે.
Rahul Desai
Rahul DesaiUpdated on: 21 Jun 2026 02:40 PM IST
બુલેટની ચાવીને લઈને ધોળકાના વૌઠામાં ખૂની ખેલ: સાળાએ બનેવીની લાકડાના ફટકાથી હત્યા કરીબુલેટની ચાવીને લઈને ધોળકાના વૌઠામાં ખૂની ખેલ: સાળાએ બનેવીની લાકડાના ફટકાથી હત્યા કરી

અમદાવાદ અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકાના વૌઠા ગામમાં નજીવી બાબતે સંબંધો લોહિયાળ બનતા એક વ્યક્તિનું કરુણ મોત નિપજ્યું છે. બુલેટ મોટરસાયકલની ચાવી માંગવાની બાબતે થયેલા ઝઘડામાં સાળાએ પોતાના બનેવી પર જીવલેણ હુમલો કરી તેને મોતને ઘાટ ઉતારી દીધો હતો. પોલીસે આરોપીની ધરપકડ કરીને વધુ તપાસ શરૂ કરી છે.

પ્રાપ્ત વિગતો મુજબ, વૌઠા ગામમાં એક મરણ પ્રસંગે પરિવારજનો અને સંબંધીઓ ભેગા થયા હતા. દરમિયાન સાળા પ્રતાપ પુરબિયા અને બનેવી ગણપત વાઘેલા વચ્ચે બુલેટ મોટરસાયકલની ચાવી માંગવાની બાબતે બોલાચાલી થઈ હતી. વાત ઉગ્ર બનતા બંને વચ્ચે ઝઘડો થયો હતો.

આરોપ છે કે ઝઘડા દરમિયાન ગણપત વાઘેલાએ પ્રતાપ પુરબિયાને "તારી બાઈક ચલાવવાની હેસિયત નથી" એવું કહી દીધું હતું. આ ટિપ્પણીથી ઉશ્કેરાયેલા પ્રતાપ પુરબિયાએ લાકડાનો ધોકો લઈને ગણપત વાઘેલાના માથામાં ચારથી પાંચ જોરદાર ફટકા માર્યા હતા.

હુમલામાં ગણપત વાઘેલાને ગંભીર ઇજાઓ પહોંચતા તેમનું ઘટનાસ્થળે જ કરુણ મોત નિપજ્યું હતું. ઘટનાથી ગામમાં ચકચાર મચી ગઈ હતી.

તપાસ દરમિયાન સામે આવ્યું છે કે મૃતક ગણપત વાઘેલા અને આરોપી પ્રતાપ પુરબિયા બંને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ના સફાઈ વિભાગમાં ફરજ બજાવતા હતા.

ઘટનાની જાણ થતાં ધોળકા રૂરલ પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને ઝડપી કાર્યવાહી કરીને આરોપી પ્રતાપ પુરબિયાની ધરપકડ કરી હતી. સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

અમદાવાદ ગ્રામ્ય પોલીસના ડીવાયએસપી તપનસિંહ ડોડીયાએ જણાવ્યું હતું કે નજીવી બાબતે થયેલી બોલાચાલી બાદ આ હત્યાની ઘટના બની છે અને પોલીસે આરોપીની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.

AUTHOR
Rahul Desai

Rahul Desai

Author details are not available.