Get News Alerts

Never miss breaking news updates.

ધોળકામાં ચકચારી હત્યાકાંડ | પતિએ પત્નીની ક્રૂર હત્યા કરી, લાશ સળગાવવાનો પ્રયાસ

ધોળકા રૂરલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પતિએ જ પત્નીની ક્રૂર હત્યા કરી નાખતા ચકચાર મચી ગઈ છે. હત્યા બાદ પુરાવા નષ્ટ કરવા માટે લાશ સળગાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાનો પણ ખુલાસો થયો છે, જ્યારે અર્ધબળેલી હાલતમાં મહિલાની લાશ મળી આવતા સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ ફેલાયો છે.
Rahul Desai
Rahul DesaiUpdated on: 04 Jun 2026 04:42 PM IST
ધોળકામાં ચકચારી હત્યાકાંડ | પતિએ પત્નીની ક્રૂર હત્યા કરી, લાશ સળગાવવાનો પ્રયાસધોળકામાં ચકચારી હત્યાકાંડ | પતિએ પત્નીની ક્રૂર હત્યા કરી, લાશ સળગાવવાનો પ્રયાસ

ધોળકા: ધોળકા રૂરલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પતિએ જ પત્નીની માથામાં બોથડ પદાર્થ મારીને ક્રૂર હત્યા કરી નાખતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે.

મળતી માહિતી મુજબ, આરોપી પતિ બળદેવભાઈ ઝાલાએ પત્ની રીનાબેન ઝાલાને ગઇકાલે બપોરે વસ્તીગણતરીના કામના બહાને સાથે લઈ ગયો હતો. ત્યારબાદ રસ્તામાં જ બંને વચ્ચે થયેલા વિવાદ બાદ તેણે પત્ની પર હુમલો કર્યો અને હત્યા કરી નાખી હતી.

હત્યા બાદ આરોપીએ પુરાવા નષ્ટ કરવા માટે લાશને સળગાવવાનો પણ પ્રયાસ કર્યો હતો. ચલોડાથી કેલીયાવાસણા જતી કેનાલની ધાર પરથી મહિલાની અર્ધબળેલી હાલતમાં લાશ મળી આવતા સમગ્ર પંથકમાં ચકચાર ફેલાઈ ગઈ હતી.

પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે મૃતક રીનાબેન સાથે આરોપી પતિનો અવારનવાર ઝઘડો થતો હતો અને તેને જાનથી મારી નાખવાની ધમકીઓ પણ આપવામાં આવતી હતી.

ઘટનાને લઈ મૃતક મહિલાના ભાઈ કિરણભાઈ હરીભાઈ પરમારે ધોળકા રૂરલ પોલીસ સ્ટેશનમાં બળદેવ તોયાભાઈ ઝાલા વિરુદ્ધ હત્યાની ફરિયાદ નોંધાવી છે.

ધોળકા રૂરલ પોલીસ ઇન્સ્પેક્ટર આર.એમ. વસાવાએ ગુનો નોંધી આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે.

AUTHOR
Rahul Desai

Rahul Desai

Author details are not available.