ખંભાળિયામાંથી મોટા પ્રમાણમાં બનાવટી દેશી ઘી ઝડપાયું, મહિલાની પૂછપરછ શરૂ



ખંભાળિયામાંથી મોટા પ્રમાણમાં બનાવટી દેશી ઘી ઝડપાયું, મહિલાની પૂછપરછ શરૂ



Devbhoomi Dwarka: દેવભૂમિ દ્વારકા જિલ્લામાંથી મોટા પ્રમાણમાં નકલી ઘી બનાવવાનું કૌભાંડ સામે આવ્યું છે. ત્યારે આ સમગ્ર મામલે સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG)એ કાર્યવાહી હાથ ધરી હતી.
મળતી માહિતી પ્રમાણે, દેવભૂમિ દ્વારકાના ખંભાળિયા તાલુકામાં ભેળસેળયુક્ત દેશી ઘીનું વેચાણ કરવામાં આવી રહ્યું છે, તેવી માહિતી સામે આવી હતી. ત્યારે SOGએ મહિલા સામે કાર્યવાહી હાથ ધરી હતી. સલાયા પાંજરાપોળ પાસે દરોડા દરમિયાન શંકાસ્પદ ઘીનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હતો.
આ સમગ્ર મામલે ફૂડ વિભાગે દેશી ઘીનું સેમ્પલ લઈને તપાસ હાથ ધરી છે. આ સાથે જ ઘટનાસ્થળે હાજર અંદાજે 9 કિલો ઘીનો નાશ કર્યો હતો. માનવ સ્વાસ્થ્ય સાથે ચેડાં કરતી પ્રવૃત્તિ સામે SOG અને ફૂડ વિભાગે સંયુક્ત કામગીરી હાથ ધરી હતી. આ ઉપરાંત ખંભાળિયાની મહિલાની SOG દ્વારા પૂછપરછ શરૂ કરવામાં આવી છે.




