Get News Alerts

Never miss breaking news updates.

દ્વારકાના જગતમંદિરની સુરક્ષામાં મોટી ચૂક, વહેલી સવારે ડ્રોન ઉડતું દેખાતા સવાલ

Dwarkadhish Temple Drone: સુપ્રસિદ્ધ યાત્રાધામ દ્વારકામાં દ્વારકાધીશ મંદિરની સુરક્ષાને લઈને ફરી એકવાર ગંભીર સવાલો ઉભા થયા છે. જગત મંદિર આસપાસ પ્રતિબંધ હોવા છતાં ડ્રોન ઉડતું જોવા મળતા સુરક્ષા વ્યવસ્થામાં મોટી ચૂક સામે આવી છે.
Admin
AdminUpdated on: 16 May 2026 08:49 PM IST
દ્વારકાના જગતમંદિરની સુરક્ષામાં મોટી ચૂક, વહેલી સવારે ડ્રોન ઉડતું દેખાતા સવાલદ્વારકાના જગતમંદિરની સુરક્ષામાં મોટી ચૂક, વહેલી સવારે ડ્રોન ઉડતું દેખાતા સવાલ

Dwarkadhish Temple Drone: સુપ્રસિદ્ધ યાત્રાધામ દ્વારકામાં દ્વારકાધીશ મંદિરની સુરક્ષાને લઈને ફરી એકવાર ગંભીર સવાલો ઉભા થયા છે. જગત મંદિર આસપાસ પ્રતિબંધ હોવા છતાં ડ્રોન ઉડતું જોવા મળતા સુરક્ષા વ્યવસ્થામાં મોટી ચૂક સામે આવી છે.

મળતી માહિતી મુજબ, વહેલી સવારે મંદિર આસપાસના વિસ્તારમાં ડ્રોન જોવા મળ્યું હતું. ત્યારબાદ જગત મંદિર નજીક ડ્રોન ઉડતું હોવાનો એક વીડિઓ પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. શહેરના અનેક વિસ્તારોમાં ડ્રોન ઉડાડવા પર પ્રતિબંધ દર્શાવતા બોર્ડ લગાવવામાં આવ્યા હોવા છતાં આવી ઘટના બનતા સ્થાનિકોમાં ચિંતા વ્યાપી છે.

ઉલ્લેખનીય છે કે, દ્વારકાધીશ મંદિર અને આસપાસનો દરિયાકાંઠાનો વિસ્તાર અતિસંવેદનશીલ માનવામાં આવે છે. અગાઉ પણ અનેક વખત મંદિર આસપાસ ડ્રોન ઉડતું જોવા મળ્યાની ઘટનાઓ સામે આવી ચૂકી છે.

સ્થાનિકોમાં ચર્ચા છે કે, મંદિર અને આસપાસના વિસ્તારોના ડ્રોન વીડિઓ બનાવી કેટલાક લોકો સોશિયલ મીડિયા મારફતે લાખો રૂપિયાની કમાણી કરી રહ્યા છે. જો કે, આ ડ્રોન ઉડાડવા માટે કોઈ સત્તાવાર પરવાનગી લેવામાં આવી છે કે નહીં તે અંગે મોટો સવાલ ઉભો થયો છે. પ્રતિબંધ હોવા છતાં વારંવાર ડ્રોન ઉડતા જોવા મળતા યાત્રાધામની સુરક્ષા વ્યવસ્થાને લઈને અનેક પ્રશ્નો ઊભા થયા છે. આ સમગ્ર મામલે તંત્ર દ્વારા તપાસ હાથ ધરવામાં આવે તેવી માગ ઉઠી રહી છે.
 

AUTHOR
Admin

Admin

Author details are not available.