Get News Alerts

Never miss breaking news updates.

અધિક માસમાં 17 લાખ લોકોએ કર્યા દ્વારકાધીશના દર્શન, 3 કરોડથી વધુનું દાન મળ્યું

Dwarkadhish Temple: યાત્રાધામ દ્વારકામાં અધિક માસ દરમિયાન ભક્તોનું ઘોડાપૂર ઉમટી પડ્યું છે. અધિક માસ દરમિયાન 17 લાખથી વધુ શ્રદ્ધાળુઓએ દ્વારકાધીશના દર્શન કર્યા છે. તો આ મહિના દરમિયાન આશરે 3 કરોડ 70 લાખ રૂપિયા જેટલી માતબર રકમ દાન સ્વરૂપે પ્રાપ્ત થઈ છે.
Admin
AdminUpdated on: 16 Jun 2026 07:49 PM IST
અધિક માસમાં 17 લાખ લોકોએ કર્યા દ્વારકાધીશના દર્શન, 3 કરોડથી વધુનું દાન મળ્યુંઅધિક માસમાં 17 લાખ લોકોએ કર્યા દ્વારકાધીશના દર્શન, 3 કરોડથી વધુનું દાન મળ્યું

Dwarkadhish Temple: યાત્રાધામ દ્વારકામાં અધિક માસ દરમિયાન ભક્તોનું ઘોડાપૂર ઉમટી પડ્યું છે. અધિક માસ દરમિયાન 17 લાખથી વધુ શ્રદ્ધાળુઓએ દ્વારકાધીશના દર્શન કર્યા છે. તો આ મહિના દરમિયાન આશરે 3 કરોડ 70 લાખ રૂપિયા જેટલી માતબર રકમ દાન સ્વરૂપે પ્રાપ્ત થઈ છે.

યાત્રાધામ દ્વારકામાં અધિક માસ દરમિયાન ભક્તોનું જાણે ઘોડાપૂર ઉમટ્યું હતું. 17 મેથી 15 જૂન સુધી ચાલેલા આ વિશેષ માસ દરમિયાન ભગવાન દ્વારકાધીશના મંદિરે આશરે 17 લાખથી પણ વધુ શ્રદ્ધાળુઓએ દર્શનનો લાભ લીધો હતો. ભક્તોની આટલી મોટી સંખ્યાને કારણે દ્વારકા નગરી ભક્તિના રંગમાં રંગાયેલી જોવા મળી હતી.

આ સમયગાળા દરમિયાન મંદિર પરિસરમાં વર્ષભર ઉજવાતા મુખ્ય ઉત્સવોની ઝાંખી કરાવતા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં તુલસી વિવાહ, જન્માષ્ટમી અને રામનવમી જેવા પવિત્ર ઉત્સવોની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. ભક્તિમય વાતાવરણ વચ્ચે સંપન્ન થયેલા આ અધિક માસ દરમિયાન શ્રદ્ધાળુઓ દ્વારા મુક્ત મને દાન આપવામાં આવ્યું હતું. જેમાં મંદિરને આશરે 3 કરોડ 70 લાખ રૂપિયા જેટલી માતબર રકમ દાન સ્વરૂપે પ્રાપ્ત થઈ છે.
 
AUTHOR
Admin

Admin

Author details are not available.