Get News Alerts

Never miss breaking news updates.

CNCD ડિપાર્ટમેન્ટમાં કોન્ટ્રાક્ટ કર્મીઓની હાલત દયનીય, ઓછો પગાર આપતા હોવાનો ગંભીર આક્ષેપ

Ahmedabad News: CNCD ડિપાર્ટમેન્ટમાં કોન્ટ્રાક્ટ આધારિત કામ કરતા કર્મચારીઓની હાલત અત્યંત દયનીય બની છે. કર્મચારીઓનો આક્ષેપ છે કે, કોન્ટ્રાક્ટર દ્વારા તેમને ફરજિયાત PF તથા ESIC જેવી મૂળભૂત સુવિધાઓ આપવામાં આવતી નથી, જે શ્રમ કાયદાનો સ્પષ્ટ ભંગ છે.
Admin
AdminUpdated on: 09 Jun 2026 10:05 PM IST
CNCD ડિપાર્ટમેન્ટમાં કોન્ટ્રાક્ટ કર્મીઓની હાલત દયનીય, ઓછો પગાર આપતા હોવાનો ગંભીર આક્ષેપCNCD ડિપાર્ટમેન્ટમાં કોન્ટ્રાક્ટ કર્મીઓની હાલત દયનીય, ઓછો પગાર આપતા હોવાનો ગંભીર આક્ષેપ

Ahmedabad News: CNCD ડિપાર્ટમેન્ટમાં કોન્ટ્રાક્ટ આધારિત કામ કરતા કર્મચારીઓની હાલત અત્યંત દયનીય બની છે. કર્મચારીઓનો આક્ષેપ છે કે, કોન્ટ્રાક્ટર દ્વારા તેમને ફરજિયાત PF તથા ESIC જેવી મૂળભૂત સુવિધાઓ આપવામાં આવતી નથી, જે શ્રમ કાયદાનો સ્પષ્ટ ભંગ છે.

CNCD ડિપાર્ટમેન્ટમાં નિયુક્ત કોન્ટ્રાક્ટર રામદેવ એન્ટરપ્રાઇઝ દ્વારા ખુલ્લી મનમાની ચાલી રહી હોવાના ગંભીર આક્ષેપો કર્મચારીઓએ કર્યા છે. કર્મચારીઓ જણાવે છે કે, સરકાર દ્વારા નક્કી કરાયેલા નિયમો મુજબ એક કર્મચારીનો બેઝિક પગાર પ્રતિદિન અંદાજે 610થી 624 રૂપિયા થવો જોઈએ, પરંતુ તેની સામે તેમને માત્ર 9000થી 10,500 રૂપિયા લેખે માસિક ચુકવણી કરવામાં આવી રહી છે, જે સ્પષ્ટ રીતે ઓછું છે.

આર્થિક શોષણ ઉપરાંત કર્મચારીઓની કામ કરવાની પરિસ્થિતિ પણ અત્યંત ખરાબ હોવાનું સામે આવ્યું છે. અનેક વખત રજૂઆતો કરવા છતાં કર્મચારીઓના પ્રશ્નો અંગે કોઈ ન્યાયસંગત નિર્ણય લેવાતો નથી.

મીડિયામાં પોતાની વ્યથા રજૂ કર્યા બાદ હવે કર્મચારીઓમાં ભારે ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. કર્મચારીઓનો દાવો છે કે, ઇન્ટરવ્યૂ આપ્યા બાદ તેમને નોકરીમાંથી નિલંબિત કે કામ પરથી દૂર કરી દેવામાં આવશે તેવી આશંકા સતાવી રહી છે, જેના કારણે તેઓ ખુલ્લેઆમ બોલતા પણ ડરી રહ્યા છે.

મહત્વનો સવાલ એ છે કે, CNCD ડિપાર્ટમેન્ટમાં વારંવાર રજૂઆતો છતાં જવાબદાર અધિકારીઓ દ્વારા કોઈ કાર્યવાહી કેમ થતી નથી? શું આ સમગ્ર મામલે અધિકારીઓ અને કોન્ટ્રાક્ટર વચ્ચે ક્યાંક મિલીભગત ચાલી રહી છે? એવો ગંભીર પ્રશ્ન કર્મચારીઓ દ્વારા ઉઠાવવામાં આવ્યો છે.

આ મામલે વધુ એક ચોંકાવનારો મુદ્દો એ છે કે, એક કર્મચારી દ્વારા કરાયેલ RTI અરજીના જવાબમાં પણ અનેક છબરડાં જોવા મળ્યા છે, જેના કારણે વિભાગની પારદર્શિતા પર સવાલો ઊભા થયા છે. 
 

AUTHOR
Admin

Admin

Author details are not available.