નસવાડીમાં ખેડૂતોની વાવણીની તૈયારી, હળ-લાકડાંથી ખેતરો ખેડ્યાં



નસવાડીમાં ખેડૂતોની વાવણીની તૈયારી, હળ-લાકડાંથી ખેતરો ખેડ્યાં



Chhota Udepur: નસવાડી તાલુકામાં 210 ગામોમાં ખેડૂતો ખેતરો વાવણીની કામગીરીમાં જોડાયા છે. આ વર્ષે વરસાદ સમય કરતાં લેટ થતા ખેડૂતોને ખેતરોમાં વાવણી કરવાનો પૂરેપૂરો સમય મળ્યો છે. નસવાડી તાલુકામાં ખેડૂતો 1 માસથી ખેતરની સફાઈ કામગીરીમાં લાગ્યા હતા અને ખેતરોની કામગીરી પૂર્ણ થતાંની સાથે ખેડૂતો વાવણીની કામગીરીમાં જોતરાયા છે.
નસવાડી તાલુકામાં નાના નાના ખેડૂતો આજે પણ હળ-લાકડાંથી ખેતરોમાં વાવણી કરે છે. અહીંના ખેડૂતોમાં ગરીબીનું પ્રમાણ વધારે છે અને ખેડૂતોની સદ્ધરતા ઓછી છે. ટ્રેક્ટરથી વાવણી કરવાનું ખેડૂતોને પોષાય તેમ નથી.
નસવાડી તાલુકામાં મકાઈ, તુવેર, અડદનું વાવેતર કરી રહ્યા છે. છેલ્લા 3 વર્ષથી 10 જૂન પહેલાં વરસાદ આવી જતો હતો. પરંતુ આ વર્ષે 13 જૂન વીતી જવા છતાંય ન પડતા ખેડૂતોને વાવણી કરવામાં પૂરતો સમય મળ્યો છે. હાલ તો દરેક ગામના ખેડૂતો વાવણી માટે સવારથી ખેડૂતો બળદ સાથે હળ-લાડકું લઈને ખેતરમાં પહોંચી જાય છે અને ખેતરમાં ધોમધોપતા તાપમાં વાવણી કરી રહ્યા છે.
આ વર્ષે બિયારણના ભાવમાં 20થી 25 ટકા ભાવમાં વધારો થયો છે. જ્યારે ડીએપી ખાતર તેમજ અન્ય ખેતરોના ભાવમાં પણ વધારો થતાં તેથી ખેડૂતોને ખેતી કરવાનું મોંઘું થશે. કારણ કે, દરેક વસ્તુના ભાવ વધતા ખેડૂત માટે વધારાનો બોજ આવ્યો છે.




