Get News Alerts

Never miss breaking news updates.

Cannes રેડ કાર્પેટમાંથી સામે આવ્યો આલિયાનો લૂક, ડિઝનીની પ્રિન્સેસ બનીને જીત્યું દિલ

Cannes 2026 Alia Bhatt Look: 12મી મે એટલે કે આજે રાતે ઓપનિંગ સેરેમની સાથે કાન ફેસ્ટિવલની ધમાકેદાર શરૂઆત થશે. ત્યારે દેશ-વિદેશમાંથી મોટી હસ્તીઓ આ ફેસ્ટિવલમાં ભાગ લેશે. હાલમાં કાન ફેસ્ટિવલમાંથી આલિયા ભટ્ટની પહેલી તસવીર સામે આવી છે.
Admin
AdminUpdated on: 12 May 2026 06:40 PM IST
Cannes રેડ કાર્પેટમાંથી સામે આવ્યો આલિયાનો લૂક, ડિઝનીની પ્રિન્સેસ બનીને જીત્યું દિલCannes રેડ કાર્પેટમાંથી સામે આવ્યો આલિયાનો લૂક, ડિઝનીની પ્રિન્સેસ બનીને જીત્યું દિલ

Cannes 2026 Alia Bhatt Look: 12મી મે એટલે કે આજે રાતે ઓપનિંગ સેરેમની સાથે કાન ફેસ્ટિવલની ધમાકેદાર શરૂઆત થશે. ત્યારે દેશ-વિદેશમાંથી મોટી હસ્તીઓ આ ફેસ્ટિવલમાં ભાગ લેશે. હાલમાં કાન ફેસ્ટિવલમાંથી આલિયા ભટ્ટની પહેલી તસવીર સામે આવી છે.

ફ્લોરલ ડ્રેસમાં પહોંચી આલિયા ભટ્ટ
આ તસવીરોમાં તમે જોઈ શકો છો કે, આલિયા ભટ્ટે લાઇટ ગ્રીન કલરનું ફ્લોરલ કૌર્સેટ પહેર્યું છે. આ ડ્રેસમાં આલિયા ડિઝનીની પ્રિન્સેસ જેવી લાગી રહી છે. આલિયાનો આ લૂક ખૂબ જ ફ્રેશ અને એટ્રેક્ટિવ છે.

મા બન્યા પછી પણ લાગે છે સુંદર
મા બન્યા પછી આલિયા ભટ્ટની આ પહેલી મોટી ઇવેન્ટ છે. ફ્લોરલ ગાઉનમાં આલિયાની સુંદરતા વધુ સારી રીતે ઝળકી રહી છે. તેમના ચહેરા પરની ચમક ચાંદનીથી ઓછી નથી. તેમની હેરસ્ટાઇલની વાત કરવામાં આવે તો, તેમણે હાઇબન બનાવ્યો છે. તેમણે બહુ તામઝામનો ઉપયોગ ન કરતા આલિયા સિમ્પલ લુકમાં જોવા મળી રહી છે. ના કોઈ નેકલેસ, ના કોઈ ઘડિયાળ, તેમનો આ અંદાજ સૌને આકર્ષી રહ્યો છે.

કમેન્ટ સેક્શનમાં ફેન્સ કરે છે વખાણ
સોશિયલ મીડિયામાં જેવી તસવીરો આવી, એવી તરત જ વાયરલ થઈ ગઈ હતી. કાન ફેસ્ટિવલનો પહેલો લૂક આવતાં જ સોશિયલ મીડિયામાં સૌએ તેના વખાણ કર્યા હતા. કોઈકે તેમને ડિઝનીના પ્રિન્સેસ કહ્યા તો કોઈએ તેમને પરીનું ટેગ આપ્યું હતું.

AUTHOR
Admin

Admin

Author details are not available.