Get News Alerts

Never miss breaking news updates.

હવા પ્રદૂષણથી માત્ર ફેફસાં જ નહીં, મગજ પણ થઈ રહ્યું છે નબળું

હવામાં વધતું પ્રદૂષણ માત્ર ફેફસાં અને હૃદય માટે જ નહીં, પરંતુ મગજ અને યાદશક્તિ માટે પણ ગંભીર ખતરો બની રહ્યું છે. પ્રદૂષિત હવામાં લાંબા સમય સુધી રહેતા લોકોમાં યાદશક્તિ, વિચારશક્તિ અને સમજવાની ક્ષમતા પર નકારાત્મક અસર જોવા મળી રહી છે.
Admin
AdminUpdated on: 08 Jun 2026 03:57 PM IST
હવા પ્રદૂષણથી માત્ર ફેફસાં જ નહીં, મગજ પણ થઈ રહ્યું છે નબળુંહવા પ્રદૂષણથી માત્ર ફેફસાં જ નહીં, મગજ પણ થઈ રહ્યું છે નબળું

Brain Damage From Pollution: હવામાં વધતું પ્રદૂષણ માત્ર ફેફસાં અને હૃદય માટે જ નહીં, પરંતુ મગજ અને યાદશક્તિ માટે પણ ગંભીર ખતરો બની રહ્યું છે. પ્રદૂષિત હવામાં લાંબા સમય સુધી રહેતા લોકોમાં યાદશક્તિ, વિચારશક્તિ અને સમજવાની ક્ષમતા પર નકારાત્મક અસર જોવા મળી રહી છે.

કનેડાની McMaster Universityના સંશોધકો દ્વારા કરવામાં આવેલા અભ્યાસમાં જાણવા મળ્યું કે જ્યાં વાયુ પ્રદૂષણનું પ્રમાણ વધુ હતું, ત્યાં રહેતા લોકોની મેમરી અને માનસિક કાર્યક્ષમતાથી સંબંધિત પરીક્ષણોમાં કામગીરી નબળી જોવા મળી હતી. આ સંશોધન 13 મે, 2026ના રોજ વૈજ્ઞાનિક જર્નલ સ્ટ્રોકમાં પ્રકાશિત થયું હતું.

ટ્રાફિક પ્રદૂષણ સૌથી વધુ નુકસાનકારક:

અભ્યાસ દરમિયાન જાણવા મળ્યું કે વાહનોમાંથી નીકળતા ધુમાડા અને પ્રદૂષક કણોના વધુ સંપર્કમાં રહેલા લોકોના મગજમાં MRI સ્કેન દ્વારા સૂક્ષ્મ નુકસાનના સંકેતો જોવા મળ્યા હતા. ખાસ કરીને મહિલાઓમાં તેની અસર વધુ સ્પષ્ટ જોવા મળી હતી.

સંશોધકોએ હાઈ બ્લડ પ્રેશર, ડાયાબિટીસ અને સ્થૂળતા જેવા અન્ય જોખમી પરિબળોને પણ ધ્યાનમાં લીધા હતા, છતાં વાયુ પ્રદૂષણ અને મગજના નુકસાન વચ્ચેનો સંબંધ સ્પષ્ટ જોવા મળ્યો.

ડિમેન્શિયાનો જોખમ વધી શકે?

અભ્યાસના મુખ્ય સંશોધક રસેલ ડી સૂજાએ જણાવ્યું કે ડિમેન્શિયા એકાએક થતું નથી, પરંતુ વર્ષો દરમિયાન ધીમે-ધીમે વિકસે છે. તેથી એવા પરિબળોને ઓળખવા જરૂરી છે, જે શરૂઆતના તબક્કામાં મગજને નુકસાન પહોંચાડી શકે.

7 હજાર લોકો પર થયો અભ્યાસ:

સંશોધકોએ લગભગ 7,000 મધ્યમ વયના લોકોના ડેટાનું વિશ્લેષણ કર્યું હતું. તેમાં PM2.5 અને નાઈટ્રોજન ડાયોક્સાઈડ જેવા પ્રદૂષકોના લાંબા ગાળાના સંપર્ક અને મગજની કાર્યક્ષમતા વચ્ચેનો સંબંધ તપાસવામાં આવ્યો હતો.

વિશેષજ્ઞોનું માનવું છે કે સ્વચ્છ હવા માત્ર શ્વાસ માટે જ નહીં, પરંતુ લાંબા ગાળે મગજ અને યાદશક્તિને સ્વસ્થ રાખવા માટે પણ અત્યંત જરૂરી છે. વધતા પ્રદૂષણ વચ્ચે આ અભ્યાસ લોકોને પર્યાવરણ પ્રત્યે વધુ જાગૃત બનવાનો મહત્વપૂર્ણ સંદેશ આપે છે. 
 

AUTHOR
Admin

Admin

Author details are not available.