આકાશમાં જોવા મળશે Blue Moonની અનોખી ખગોળીય ઘટના, જાણો ભારતમાં ક્યારે અને કેટલા વાગે દેખાશે



ફાઇલ ફોટો
આકાશમાં જોવા મળશે Blue Moonની અનોખી ખગોળીય ઘટના, જાણો ભારતમાં ક્યારે અને કેટલા વાગે દેખાશે



ફાઇલ ફોટો
Blue Moon 2026: 31મી મેના દિવસે એક ખાસ અને દુર્લભ ખગોળીય ઘટના જોવા મળશે. એક જ મહિનામાં બે પૂનમ આવે તો બીજી પૂનમને બ્લૂ મૂન કહેવામાં આવે છે. બ્લૂ મૂનનું નામ સાંભળતાં જ લોકોને લાગે છે કે, ચાંદો ભૂરો થઈ જશે, પરંતુ બ્લૂ મૂનનો મતબલ ચાંદો ભૂરો થાય એમ નથી હોતો. પરંતુ એકસાથે ખાસ સમયે આવનારી પૂનમને આ નામ આપવામાં આવ્યું છે. જ્યારે વાતાવરણમાં ધૂળ, ધુમાળો કે જ્વાળામુખીની રાખ વધુ થઈ જાય છે, તેને કારણે ચાંદો ભૂરો દેખાય છે. જો કે, આવું બહુ ઓછું જોવા મળે છે. તો આવો જાણીએ કે બ્લૂ મૂન ભારતમાં ક્યારે અને કેટલા વાગે જોવા મળશે.
ભારતમાં ક્યારે બ્લૂ મૂન જોવા મળશે?
ભારતમાં બ્લૂ મૂન 31મી મેના દિવસે રાતે 8.45 વાગ્યાની આસપાસ જોવા મળશે. પરંતુ બ્લૂ મૂન જોવાનો સૌથી સારો સમય 30 અને 31 મેની રાત છે. આ દિવસે ચાંદો પૃથ્વીથી થોડો વધુ દૂર હશે, તેથી અન્ય દિવસો કરતાં નાનો જોવા મળશે.
કેમ ખાસ છે ખગોળીય ઘટના?
બ્લૂ મૂન એક એવી ખગોળીય ઘટના છે, જે વારંવાર જોવા નથી મળતી. તેથી તેને દુર્લભ અને ખાસ માનવામાં આવે છે. આ માત્ર આકાશની સુંદરતા વધારતું દૃશ્ય જ નથી, પરંતુ લોકોને અંતરિક્ષ અને બ્રહ્માંડ સાથે જોડાયેલી રોમાંચક વાતો જાણવાનો અવસર પણ છે. એવામાં 31 મે, 2026ની આ અનોખી રાત ખાસ છે, તેથી આ અદ્ભુત નજારો જોવાનું બિલકુલ ન ચૂકતા.




