મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બી. એન. હાઈસ્કુલમાં શાળા પ્રવેશોત્સવમાં વિદ્યાર્થીઓ સાથે કર્યો સંવાદ



મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બી. એન. હાઈસ્કુલમાં શાળા પ્રવેશોત્સવમાં વિદ્યાર્થીઓ સાથે કર્યો સંવાદ



અમદાવાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બી. એન. હાઈસ્કુલ ખાતે યોજાયેલા શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમમાં હાજરી આપી વિદ્યાર્થીઓ સાથે આત્મીય સંવાદ સાધ્યો હતો. આ પ્રસંગે તેમણે શાળામાં નવા પ્રવેશ મેળવનારા વિદ્યાર્થીઓ તેમજ પોતાની પ્રતિભા અને કૌશલ્યના આધારે સતત આગળ વધી રહેલા વિદ્યાર્થીઓને મળીને તેમનું ઉત્સાહવર્ધન કર્યું હતું.
મુખ્યમંત્રીએ જણાવ્યું કે વિદ્યાર્થીઓ સાથેની મુલાકાત અને તેમની સાથેની વાતચીતનો આનંદ કંઈક અલગ જ હોય છે. વિદ્યાર્થીઓના સપનાઓ, ઉત્સાહ અને આત્મવિશ્વાસને નજીકથી જાણવાનો અવસર પ્રેરણાદાયી રહ્યો હતો.
કાર્યક્રમ દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિદ્યાર્થીઓ સાથે ટ્રાફિક નિયમોના પાલન અંગે સંકલ્પ પણ લીધો હતો. તેમણે વિદ્યાર્થીઓને માર્ગ સલામતી અંગે જાગૃત રહેવા અને નિયમોનું પાલન કરવા અપીલ કરી હતી.
મુખ્યમંત્રીએ શાળા પરિવાર અને વિદ્યાર્થીઓ દ્વારા દર્શાવવામાં આવેલી જાગૃતિ અને જવાબદારીના ભાવને બિરદાવતા જણાવ્યું હતું કે શિક્ષણની સાથે આવા મૂલ્યોનો વિકાસ પણ સમાજ અને રાષ્ટ્રના ઉજ્જવળ ભવિષ્ય માટે અત્યંત જરૂરી છે.




