ગાંધીનગરને સૌથી હરિયાળું બનાવવા અભિયાનને વેગ, CM ભૂપેન્દ્ર પટેલે કરાવ્યું રજીસ્ટ્રેશન



ગાંધીનગરને સૌથી હરિયાળું બનાવવા અભિયાનને વેગ, CM ભૂપેન્દ્ર પટેલે કરાવ્યું રજીસ્ટ્રેશન



ગાંધીનગર વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરણાથી શરૂ કરાયેલા "એક પેડ માં કે નામ" અભિયાનને ગાંધીનગર લોકસભા વિસ્તારમાં વધુ વેગ મળ્યો છે. કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે ગાંધીનગર લોકસભા વિસ્તારને દેશનો સૌથી હરિયાળો વિસ્તાર બનાવવાનો સંકલ્પ વ્યક્ત કર્યો છે.
આ અભિયાનમાં વધુમાં વધુ નાગરિકો જોડાય તે માટે ખાસ વેબસાઈટ તૈયાર કરવામાં આવી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ વેબસાઈટ પર વૃક્ષારોપણ માટે રજીસ્ટ્રેશન કરાવી અભિયાનમાં સહભાગીતા નોંધાવી હતી. સાથે તેમણે વૃક્ષનું વાવેતર કર્યા બાદ તેની માવજત કરવાની પ્રતિજ્ઞા પણ લીધી હતી.
અભિયાન અંતર્ગત ગાંધીનગર લોકસભા વિસ્તારના નાગરિકોને ઓનલાઈન રજીસ્ટ્રેશન કરી વૃક્ષારોપણમાં જોડાવા અપીલ કરવામાં આવી છે. હરિયાળું, સ્વચ્છ અને પર્યાવરણમૈત્રી સમાજના નિર્માણ માટે સૌએ આ અભિયાનમાં સહભાગી બનવું જોઈએ તેવો સંદેશ આપવામાં આવ્યો છે.
આ અભિયાન દ્વારા ગાંધીનગર લોકસભા વિસ્તારને હરિયાળો બનાવવા સાથે પર્યાવરણ સંરક્ષણ અંગે જનજાગૃતિ ફેલાવવાનો પણ પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.




