ભૂપેન્દ્ર પટેલના જન્મદિને કેન્દ્રના નેતાઓએ પાઠવી શુભેચ્છાઓ, વિકાસયાત્રાને બિરદાવી

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના જન્મદિને દેશભરના રાજકીય નેતાઓએ તેમને શુભેચ્છાઓ પાઠવી અને તેમના સારા સ્વાસ્થ્ય તથા દીર્ઘાયુષ્યની કામના વ્યક્ત કરી. રક્ષા પ્રધાન રાજનાથ સિંહ, કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત અનેક આગેવાનોએ સોશિયલ મીડિયા મારફતે શુભેચ્છા સંદેશ પાઠવ્યા.
Growth Now News
Growth Now News
ભૂપેન્દ્ર પટેલના જન્મદિને કેન્દ્રના નેતાઓએ પાઠવી શુભેચ્છાઓ, વિકાસયાત્રાને બિરદાવીભૂપેન્દ્ર પટેલના જન્મદિને કેન્દ્રના નેતાઓએ પાઠવી શુભેચ્છાઓ, વિકાસયાત્રાને બિરદાવી

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના જન્મદિને દેશભરના રાજકીય નેતાઓએ તેમને શુભેચ્છાઓ પાઠવી અને તેમના સારા સ્વાસ્થ્ય તથા દીર્ઘાયુષ્યની કામના વ્યક્ત કરી. રક્ષા પ્રધાન રાજનાથ સિંહ, કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત અનેક આગેવાનોએ સોશિયલ મીડિયા મારફતે શુભેચ્છા સંદેશ પાઠવ્યા.

રક્ષા પ્રધાન રાજનાથ સિંહે જણાવ્યું કે ભૂપેન્દ્ર પટેલ પ્રગતિશીલ વિચારસરણી સાથે ગુજરાતના વિકાસને નવી ગતિ આપી રહ્યા છે અને સુશાસનની ભાવનાને વધુ મજબૂત બનાવવા સતત કાર્યરત છે. તેમણે મુખ્યમંત્રીના લાંબા અને જનસેવાને સમર્પિત જીવનની શુભેચ્છા પાઠવી.

કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે પોતાના સંદેશમાં જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ ભૂપેન્દ્ર પટેલ ગુજરાતની વિકાસયાત્રાને સતત આગળ ધપાવવામાં મહત્વપૂર્ણ યોગદાન આપી રહ્યા છે. તેમણે ભગવાન સોમનાથ મહાદેવને મુખ્યમંત્રીના ઉત્તમ સ્વાસ્થ્ય અને દીર્ઘાયુષ્ય માટે પ્રાર્થના કરી.

આ પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ભૂપેન્દ્ર પટેલને જન્મદિનની શુભેચ્છા પાઠવી હતી. તેમણે જણાવ્યું કે મુખ્યમંત્રી રાજ્યને વિકાસની નવી ઊંચાઈઓ સુધી પહોંચાડવા અને જનતાની અપેક્ષાઓ પૂર્ણ કરવા માટે સતત કાર્ય કરી રહ્યા છે.

વડાપ્રધાનના સંદેશ બદલ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આભાર વ્યક્ત કરતાં જણાવ્યું કે તેમના પ્રેરણાદાયી નેતૃત્વ હેઠળ ગુજરાત ‘વિકસિત ભારત @2047’ના વિઝનને સાકાર કરવામાં અગ્રણી ભૂમિકા ભજવવા પ્રતિબદ્ધ છે. તેમણે ઉમેર્યું કે ‘ટીમ ગુજરાત’ સમાજના વંચિત અને પછાત વર્ગોના કલ્યાણને કેન્દ્રમાં રાખીને રાજ્યના સર્વાંગી અને સમાન વિકાસ માટે પારદર્શિતા, પ્રામાણિકતા અને સમર્પણ સાથે સતત પ્રયાસ કરી રહી છે. મુખ્યમંત્રીએ જણાવ્યું કે વડાપ્રધાનનું માર્ગદર્શન અને આશીર્વાદ રાજ્ય માટે સતત પ્રેરણાનું સ્ત્રોત છે.