Get News Alerts

Never miss breaking news updates.

ભાવનગર મેડિકલ કોલેજ રેગિંગ કેસમાં મોટી કાર્યવાહી: 6 વિદ્યાર્થીઓ સસ્પેન્ડ, 1ને 2 વર્ષ માટે કોલેજમાંથી હાંકી કાઢાયો

ભાવનગર સરકારી મેડિકલ કોલેજમાં સામે આવેલા રેગિંગ કેસને લઈને રાજ્ય સરકાર અને આરોગ્ય વિભાગે કડક વલણ અપનાવ્યું છે. આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરિયાના નિર્દેશ બાદ મોડી રાત્રે 2 વાગ્યા સુધી ચાલેલી એન્ટી-રેગિંગ કમિટીની બેઠકમાં દોષિત વિદ્યાર્થીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે.
Admin
AdminUpdated on: 19 Jun 2026 12:30 PM IST
ભાવનગર મેડિકલ કોલેજ રેગિંગ કેસમાં મોટી કાર્યવાહી: 6 વિદ્યાર્થીઓ સસ્પેન્ડ, 1ને 2 વર્ષ માટે કોલેજમાંથી હાંકી કાઢાયોભાવનગર મેડિકલ કોલેજ રેગિંગ કેસમાં મોટી કાર્યવાહી: 6 વિદ્યાર્થીઓ સસ્પેન્ડ, 1ને 2 વર્ષ માટે કોલેજમાંથી હાંકી કાઢાયો

ભાવનગર  ભાવનગરની સરકારી મેડિકલ કોલેજમાં નોંધાયેલા રેગિંગના ગંભીર મામલામાં રાજ્ય સરકારે ઝીરો ટોલરન્સ નીતિ હેઠળ ઝડપી અને કડક કાર્યવાહી કરી છે. આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરિયાના માર્ગદર્શન હેઠળ કોલેજની એન્ટી-રેગિંગ કમિટીએ મેરેથોન બેઠક યોજી સમગ્ર ઘટનાની તપાસ કરી હતી. બેઠક દરમિયાન વિદ્યાર્થીઓ, ફેકલ્ટી સભ્યો અને સપોર્ટ સ્ટાફના નિવેદનો લેવામાં આવ્યા હતા તેમજ ઉપલબ્ધ પુરાવાઓની ચકાસણી કરવામાં આવી હતી.

તપાસના અંતે 6 વિદ્યાર્થીઓને દોષિત ઠેરવવામાં આવ્યા છે. જેમાં એક વિદ્યાર્થીને 2 વર્ષ માટે, ત્રણ વિદ્યાર્થીઓને 1 વર્ષ માટે અને બે વિદ્યાર્થીઓને 6 મહિના માટે કોલેજમાંથી તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. ઉપરાંત તમામ દોષિત વિદ્યાર્થીઓને હોસ્ટેલ ખાલી કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. સજાના સમયગાળા દરમિયાન તેઓ કોઈપણ શૈક્ષણિક, ક્લિનિકલ, સંશોધન કે કોલેજની અન્ય પ્રવૃત્તિઓમાં ભાગ લઈ શકશે નહીં.

આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરિયાએ જણાવ્યું હતું કે રાજ્યની કોઈપણ મેડિકલ કોલેજમાં રેગિંગ જેવી અમાનવીય અને અશિસ્તપૂર્ણ પ્રવૃત્તિઓને કોઈપણ સંજોગોમાં સહન કરવામાં આવશે નહીં. વિદ્યાર્થીઓની સુરક્ષા અને સન્માન સાથે કોઈપણ પ્રકારનું સમાધાન કરવામાં આવશે નહીં અને આવા કિસ્સાઓમાં કડક કાર્યવાહી ચાલુ રહેશે.

મંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું કે ફરિયાદ મળ્યાના માત્ર બે દિવસમાં તપાસ પૂર્ણ કરીને જવાબદારો સામે કાર્યવાહી કરવામાં આવી છે. તેમણે આરોગ્ય વિભાગ, કોલેજ તંત્ર અને એન્ટી-રેગિંગ કમિટીની કામગીરીની પ્રશંસા કરી હતી. સાથે જ વિદ્યાર્થીઓને અપીલ કરી હતી કે રેગિંગ, માનસિક ત્રાસ કે ધમકી જેવી કોઈપણ ઘટના સામે નિર્ભયતાથી ફરિયાદ કરે, કારણ કે સરકાર અને આરોગ્ય વિભાગ દરેક વિદ્યાર્થીની સુરક્ષા અને ન્યાય માટે પ્રતિબદ્ધ છે.

AUTHOR
Admin

Admin

Author details are not available.