Get News Alerts

Never miss breaking news updates.

ભાવનગર એરપોર્ટ-રીંગ રોડ પર ચાલતી કારમાં ભીષણ આગ

ભાવનગરના એરપોર્ટ-રીંગ રોડ પર CNG પેટ્રોલ પંપ નજીક એક કારમાં અચાનક ભીષણ આગ ભભૂકી ઊઠતાં અફરાતફરી મચી ગઈ હતી. ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી આગ પર કાબૂ મેળવ્યો હતો. સદનસીબે ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી અને કારમાં સવાર તમામ લોકો સલામત રહ્યા હતા.
Rahul Desai
Rahul DesaiUpdated on: 12 Jul 2026 12:59 PM IST
ભાવનગર એરપોર્ટ-રીંગ રોડ પર ચાલતી કારમાં ભીષણ આગભાવનગર એરપોર્ટ-રીંગ રોડ પર ચાલતી કારમાં ભીષણ આગ

ભાવનગર: શહેરના એરપોર્ટ-રીંગ રોડ પર CNG પેટ્રોલ પંપ નજીક એક કારમાં અચાનક આગ ભભૂકી ઊઠતાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. કાર આગની લપેટમાં આવી જતાં ઘટનાસ્થળે લોકોના ટોળા એકત્ર થઈ ગયા હતા.

ઘટનાની જાણ થતાં જ ભાવનગર મહાનગરપાલિકાની ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી. ફાયર જવાનોએ પાણીનો મારો ચલાવી ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. ફાયર ટીમની સમયસર કામગીરીને કારણે આગ વધુ ફેલાતી અટકાવવામાં સફળતા મળી હતી.

સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી અને કારમાં સવાર તમામ લોકો સલામત હોવાનું જાણવા મળ્યું છે. જોકે, કારમાં આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી સામે આવ્યું નથી. ફાયર વિભાગ દ્વારા સમગ્ર મામલે પ્રાથમિક તપાસ હાથ ધરવામાં આવી છે.

AUTHOR
Rahul Desai

Rahul Desai

Author details are not available.