ભાડજમાં હરિયાળીનો મહાયજ્ઞ: BAPSના 1,100થી વધુ સ્વયંસેવકોએ વાવ્યાં 30,000થી વધુ વૃક્ષો

અમદાવાદના ભાડજ ખાતે '5 મિલિયન ટ્રી પ્રોજેક્ટ' અંતર્ગત ભવ્ય વૃક્ષારોપણ અભિયાન યોજાયું, જેમાં BAPS સ્વામિનારાયણ સંસ્થાના 1,100થી વધુ સ્વયંસેવકોએ માત્ર ચાર કલાકમાં 30,000થી વધુ વૃક્ષોનું વાવેતર કરી હરિત ભારતના નિર્માણ માટે અનોખું યોગદાન આપ્યું.
Rahul Desai
Rahul Desai
ભાડજમાં હરિયાળીનો મહાયજ્ઞ: BAPSના 1,100થી વધુ સ્વયંસેવકોએ વાવ્યાં 30,000થી વધુ વૃક્ષોભાડજમાં હરિયાળીનો મહાયજ્ઞ: BAPSના 1,100થી વધુ સ્વયંસેવકોએ વાવ્યાં 30,000થી વધુ વૃક્ષો

અમદાવાદ: અમદાવાદના ભાડજ વિસ્તારમાં રવિવારે '5 મિલિયન ટ્રી પ્રોજેક્ટ' અંતર્ગત ભવ્ય વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો. સવારે 8થી બપોરે 12 વાગ્યા સુધી ચાલેલા આ અભિયાનમાં ભારતના કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ઉપસ્થિતિ રહી હતી. કાર્યક્રમમાં BAPS સ્વામિનારાયણ સંસ્થાના 1,100થી વધુ સ્વયંસેવકોએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ 30,000થી વધુ વૃક્ષોનું વાવેતર કર્યું હતું.

આ અભિયાનનો મુખ્ય હેતુ પર્યાવરણનું સંરક્ષણ, હરિયાળીનું સંવર્ધન અને આવનારી પેઢીને સ્વચ્છ તેમજ સ્વસ્થ પર્યાવરણની ભેટ આપવાનો છે. આયોજનબદ્ધ રીતે હાથ ધરાયેલા વૃક્ષારોપણ દ્વારા હરિત ભારતના નિર્માણ માટે મહત્વપૂર્ણ સંદેશ આપવામાં આવ્યો હતો.

BAPS સ્વામિનારાયણ સંસ્થા પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની પ્રેરણાથી આધ્યાત્મિક પ્રવૃત્તિઓ ઉપરાંત શિક્ષણ, આરોગ્ય, આપત્તિ રાહત, વ્યસનમુક્તિ અને પર્યાવરણ સંરક્ષણ જેવા વિવિધ સેવાકાર્યોમાં સતત સક્રિય છે. 'બીજાના સુખમાં આપણું સુખ'ના જીવનમંત્રને અનુસરી સંસ્થાના સ્વયંસેવકો સમાજસેવાના અનેક કાર્યોમાં નિઃસ્વાર્થ ભાવથી જોડાયેલા રહે છે.

કાર્યક્રમ દરમિયાન સ્વયંસેવકોએ માત્ર વૃક્ષારોપણ જ નહીં, પરંતુ વાવેલા વૃક્ષોના જતન અને સંવર્ધનનો પણ સંકલ્પ વ્યક્ત કર્યો હતો. સાથે જ સમાજના દરેક વર્ગને વૃક્ષારોપણ અને પર્યાવરણ સંરક્ષણના અભિયાનમાં જોડાવા અપીલ કરવામાં આવી હતી.