અર્જુન મોઢવાડિયાનો દાવો: ગુજરાત બનશે ડોલ્ફિન ટૂરિઝમનું હબ, દરિયાઈ ઇકો-ટૂરિઝમનું ભવિષ્ય ઉજ્જવળ



અર્જુન મોઢવાડિયાનો દાવો: ગુજરાત બનશે ડોલ્ફિન ટૂરિઝમનું હબ, દરિયાઈ ઇકો-ટૂરિઝમનું ભવિષ્ય ઉજ્જવળ



ગાંધીનગર : રાજ્યના મંત્રી Arjun Modhwadiaએ જણાવ્યું છે કે ગુજરાતમાં દરિયાઈ ઇકો-ટૂરિઝમનું ભવિષ્ય ઉજ્જવળ બની રહ્યું છે અને આગામી સમયમાં વિશ્વભરના પ્રવાસીઓ કુદરતી વસવાટમાં ડોલ્ફિનના દર્શન કરવા ગુજરાતની મુલાકાત લેશે.
અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું કે 2025ના તાજેતરના સર્વે અનુસાર ગુજરાતના 4,087 ચોરસ કિલોમીટર વિસ્તાર ધરાવતા દરિયાઈ પરિસરમાં 680થી વધુ ડોલ્ફિનની નોંધ કરવામાં આવી છે. આ આંકડો રાજ્યમાં દરિયાઈ જૈવ વૈવિધ્યના સંરક્ષણ માટે થઈ રહેલા પ્રયાસોની સફળતા દર્શાવે છે.
તેમણે જણાવ્યું કે કચ્છનો અખાત, મરીન નેશનલ પાર્ક, શિવરાજપુર અને પોશીત્રા જેવા વિસ્તારો ઝડપથી દેશના અગ્રણી ડોલ્ફિન ટૂરિઝમ કેન્દ્રો તરીકે વિકસી રહ્યા છે. આ સ્થળો પર પ્રવાસીઓને કુદરતી પર્યાવરણમાં ડોલ્ફિન નિહાળવાનો અનોખો અનુભવ મળી રહ્યો છે.
અર્જુન મોઢવાડિયાના જણાવ્યા મુજબ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ ગુજરાતમાં દરિયાઈ જૈવ વૈવિધ્યના સંરક્ષણ અને ઇકો-ટૂરિઝમના વિકાસ માટે સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. જેના પરિણામે રાજ્યમાં દરિયાઈ જીવસૃષ્ટિના સંવર્ધનમાં નોંધપાત્ર સફળતા મળી રહી છે.
તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે આવનારા વર્ષોમાં ગુજરાત દેશ જ નહીં પરંતુ વિશ્વના મહત્વના ડોલ્ફિન ટૂરિઝમ ડેસ્ટિનેશન તરીકે ઓળખાશે.




