Get News Alerts

Never miss breaking news updates.

ઉપરવાસમાં વરસાદથી શામળાજીની ગોદરી નદીમાં નવા નીરની આવક, ખેડૂતોમાં ખુશી

અરવલ્લીના ઉપરવાસ વિસ્તારમાં ગત રોજ પડેલા ધોધમાર વરસાદની અસર હવે નદીઓમાં જોવા મળી રહી છે. શામળાજીની ગોદરી નદી તેમજ મોટા કંથારીયા પંથકની નદીમાં નવા નીરની આવક થતાં ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો છે.
Rahul Desai
Rahul DesaiUpdated on: 03 Jul 2026 10:56 AM IST
ઉપરવાસમાં વરસાદથી શામળાજીની ગોદરી નદીમાં નવા નીરની આવક, ખેડૂતોમાં ખુશીઉપરવાસમાં વરસાદથી શામળાજીની ગોદરી નદીમાં નવા નીરની આવક, ખેડૂતોમાં ખુશી

અરવલ્લી અરવલ્લી જિલ્લામાં ઉપરવાસ વિસ્તારમાં ગત રોજ પડેલા ધોધમાર વરસાદની અસર હવે જોવા મળી રહી છે. શામળાજી નજીક વહેતી ગોદરી નદીમાં નવા નીરની આવક થતા સમગ્ર પંથકમાં ખુશીનો માહોલ છવાયો છે.

મોટા કંથારીયા વિસ્તારની નદીમાં પણ વરસાદી પાણીની સારી આવક નોંધાઈ છે. ઉપરવાસમાં આવેલા કાળાપાણા અને બેડાનાકા સહિત રાજસ્થાનની સરહદે આવેલા વિસ્તારોમાં ભારે વરસાદ વરસતા નદીમાં પાણીનો પ્રવાહ વધ્યો છે.

સીઝનના પ્રથમ વરસાદ બાદ નદીઓમાં પાણી આવતા ખેડૂતોમાં આશાનું નવું કિરણ જાગ્યું છે. આગામી દિવસોમાં પણ સારો વરસાદ રહેશે તો ખેતી માટે પૂરતું પાણી ઉપલબ્ધ બનવાની ખેડૂતો આશા વ્યક્ત કરી રહ્યા છે.

AUTHOR
Rahul Desai

Rahul Desai

Author details are not available.