અરવલ્લી: સુરતમાં મેડિકલ વિદ્યાર્થીની આત્મહત્યાનો મામલો, હર્ષ પંડ્યાના મૃતદેહને મોડાસા લવાયો

અરવલ્લી: સુરતમાં મેડિકલનો અભ્યાસ કરતા મોડાસાના વિદ્યાર્થી હર્ષ પંડ્યાની આત્મહત્યાના મામલે અરવલ્લીમાં શોકનો માહોલ છવાયો છે. હર્ષ પંડ્યાનો મૃતદેહ સુરતથી તેના માદરે વતન મોડાસા લાવવામાં આવ્યો હતો. આજે સવારે પરિવારજનો, સગાસંબંધીઓ અને સામાજિક અગ્રણીઓની હાજરીમાં તેની અંતિમ યાત્રા નીકળી હતી.
Rahul Desai
Rahul Desai
અરવલ્લી: સુરતમાં મેડિકલ વિદ્યાર્થીની આત્મહત્યાનો મામલો, હર્ષ પંડ્યાના મૃતદેહને મોડાસા લવાયોઅરવલ્લી: સુરતમાં મેડિકલ વિદ્યાર્થીની આત્મહત્યાનો મામલો, હર્ષ પંડ્યાના મૃતદેહને મોડાસા લવાયો

અરવલ્લી: સુરતમાં મેડિકલનો અભ્યાસ કરતા મોડાસાના વિદ્યાર્થી હર્ષ પંડ્યાની આત્મહત્યાના મામલે અરવલ્લીમાં શોકનો માહોલ છવાયો છે. હર્ષ પંડ્યાનો મૃતદેહ સુરતથી તેના માદરે વતન મોડાસા લાવવામાં આવ્યો હતો. આજે સવારે પરિવારજનો, સગાસંબંધીઓ અને સામાજિક અગ્રણીઓની હાજરીમાં તેની અંતિમ યાત્રા નીકળી હતી.

હર્ષના અકાળે નિધનથી પરિવારજનો ઘેરા આઘાતમાં છે. અંતિમ યાત્રા દરમિયાન મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. સમગ્ર ઘટનાને લઈને સ્થાનિકોમાં પણ શોકની લાગણી જોવા મળી રહી છે.

પરિવારજનોનો ઓવર રેગિંગનો આક્ષેપ:

મૃતક હર્ષ પંડ્યાના પરિવારજનો દ્વારા મેડિકલ કોલેજમાં વિદ્યાર્થી સાથે ઓવર રેગિંગ કરવામાં આવી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. પરિવારજનોનું કહેવું છે કે રેગિંગને કારણે હર્ષ પર માનસિક દબાણ આવ્યું હોવાની આશંકા છે.

જોકે, રેગિંગના આક્ષેપો અંગે સત્તાવાર તપાસ બાદ જ હકીકત સ્પષ્ટ થશે. સમગ્ર મામલે પોલીસ અને સંબંધિત તંત્ર દ્વારા તપાસ કરવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે.

રેગિંગના કાયદાના કડક અમલની માંગ:

હર્ષ પંડ્યાના પરિવારજનો અને સામાજિક અગ્રણીઓ દ્વારા મેડિકલ સહિતની શૈક્ષણિક સંસ્થાઓમાં રેગિંગ વિરોધી કાયદાનો હકીકતમાં કડક અમલ થાય તેવી માંગ કરવામાં આવી છે. વિદ્યાર્થીઓને સુરક્ષિત અને ભયમુક્ત વાતાવરણ મળે તથા રેગિંગની ફરિયાદોને ગંભીરતાથી લેવામાં આવે તે માટે અસરકારક વ્યવસ્થા કરવાની પણ માંગ ઉઠી છે.

હાલ હર્ષ પંડ્યાના મોત પાછળના ચોક્કસ કારણો અને પરિવારજનો દ્વારા કરવામાં આવેલા રેગિંગના આક્ષેપોની તપાસ બાદ જ સમગ્ર હકીકત સામે આવશે.