અરવલ્લીના બે ગામમાં વીજળી પડી, બે બળદ-એક ગાયનું મોત
Aravalli Rain: સમગ્ર ગુજરાતમાં મેઘમહેર છવાઈ છે. ત્યારે અરવલ્લી જિલ્લામાં પણ વરસાદી માહોલ છવાયો છે. અરવલ્લીના મોટાભાગના તાલુકાઓમાં મેઘરાજા મન મૂકીને વરસ્યા છે. ત્યારે ભારે વરસાદને કારણે અરવલ્લીમાં અનેક જગ્યાએ જનજીવન ખોરવાઈ ગયું છે.

AdminUpdated on: 04 Jul 2026 02:45 PM IST

અરવલ્લીના બે ગામમાં વીજળી પડી, બે બળદ-એક ગાયનું મોત
Aravalli Rain: સમગ્ર ગુજરાતમાં મેઘમહેર છવાઈ છે. ત્યારે અરવલ્લી જિલ્લામાં પણ વરસાદી માહોલ છવાયો છે. અરવલ્લીના મોટાભાગના તાલુકાઓમાં મેઘરાજા મન મૂકીને વરસ્યા છે. ત્યારે ભારે વરસાદને કારણે અરવલ્લીમાં અનેક જગ્યાએ જનજીવન ખોરવાઈ ગયું છે.

Admin
Updated on: 04 Jul 2026 02:45 PM IST

Aravalli Rain: સમગ્ર ગુજરાતમાં મેઘમહેર છવાઈ છે. ત્યારે અરવલ્લી જિલ્લામાં પણ વરસાદી માહોલ છવાયો છે. અરવલ્લીના મોટાભાગના તાલુકાઓમાં મેઘરાજા મન મૂકીને વરસ્યા છે. ત્યારે ભારે વરસાદને કારણે અરવલ્લીમાં અનેક જગ્યાએ જનજીવન ખોરવાઈ ગયું છે.
અરવલ્લીના મેઘરજમાં આકાશી વીજળીએ કહેર મચાવ્યો છે. રાતના સમય દરમિયાન બે ગામમાં વીજળી પડવાની ઘટના બની હતી. ત્યારે રોયણીયા ગામે ખેડૂતના બે બળદો વીજળી પડવાથી મોતને ભેટ્યા હતા.
આ ઉપરાંત પાલ્લા ગામે ખેડૂતની એક ગાયનું પણ મોત નીપજ્યું હતું. જેમાં બંને ખેડૂતોને આશરે 3 લાખ રૂપિયા જેટલું નુકસાન થયું છે. ચોમાસાની સિઝનમાં ખેડૂતોને વાવણી ટાણે જ નુકસાન થતાં આભ ફાટ્યું હોય તેવી પરિસ્થિતિ સર્જાઈ છે. આ મામલે બંને ખેડૂત પરિવારોએ સરકાર પાસે સહાયની માગ કરી છે.
AUTHOR