Get News Alerts

Never miss breaking news updates.

અરવલ્લીના આમોદરા ગામના ખેતરમાં 6 ફૂટ લાંબો મગર દેખાતા ગ્રામજનોમાં ભયનો માહોલ

અરવલ્લી જિલ્લાના આમોદરા ગામમાં આવેલા એક ખેતરમાં 6 ફૂટ લાંબો મગર દેખાતા ગ્રામજનોમાં ભયનો માહોલ સર્જાયો હતો. ઘટનાની જાણ થતાં વન વિભાગ અને વાઈલ્ડ લાઈફ એન્ડ નેચર કન્ઝર્વેશનની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. ભારે જહેમત બાદ મગરનું સફળતાપૂર્વક રેસ્ક્યૂ કરી તેને સુરક્ષિત વન વિસ્તારમાં છોડવામાં આવ્યો હતો.
Rahul Desai
Rahul DesaiUpdated on: 06 Jul 2026 11:42 AM IST
અરવલ્લીના આમોદરા ગામના ખેતરમાં 6 ફૂટ લાંબો મગર દેખાતા ગ્રામજનોમાં ભયનો માહોલઅરવલ્લીના આમોદરા ગામના ખેતરમાં 6 ફૂટ લાંબો મગર દેખાતા ગ્રામજનોમાં ભયનો માહોલ

અરવલ્લી: જિલ્લાના આમોદરા ગામમાં આવેલા એક ખેતરમાં 6 ફૂટ લાંબો મગર દેખાતા ગ્રામજનોમાં ભયનો માહોલ સર્જાયો હતો. ઘટનાની જાણ થતાં વન વિભાગ અને વાઈલ્ડ લાઈફ એન્ડ નેચર કન્ઝર્વેશનની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. ભારે જહેમત બાદ મગરનું સફળતાપૂર્વક રેસ્ક્યૂ કરી તેને સુરક્ષિત વન વિસ્તારમાં છોડવામાં આવ્યો હતો.

મળતી માહિતી મુજબ, આમોદરા ગામનો એક ખેડૂત મધરાત્રે પોતાના ખેતરમાં ગયો હતો. તે દરમિયાન અચાનક તેની નજર અંદાજે 6 ફૂટ લાંબા મગર પર પડતા તે ગભરાઈ ગયો હતો. ખેડૂતે તાત્કાલિક ખેતરની બહાર આવી ગામલોકોને જાણ કરી હતી. મગર ખેતરમાં હોવાની માહિતી મળતા ગ્રામજનોમાં ભયનો માહોલ ફેલાયો હતો.

બાદમાં ગામલોકોએ વન વિભાગ તેમજ વાઈલ્ડ લાઈફ એન્ડ નેચર કન્ઝર્વેશનની ટીમને જાણ કરી હતી. માહિતી મળતાં જ ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી અને ભારે જહેમત બાદ મગરને પકડી લીધો હતો. ત્યારબાદ તેને સુરક્ષિત વન વિસ્તારમાં છોડવામાં આવ્યો હતો. મગરના સફળ રેસ્ક્યૂ બાદ ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો હતો.

AUTHOR
Rahul Desai

Rahul Desai

Author details are not available.