આ વર્ષે Apple લોન્ચ કરશે 18 અવનવી પ્રોડક્ટ્સ, જોઈ લો લિસ્ટ



ફાઇલ તસવીર
આ વર્ષે Apple લોન્ચ કરશે 18 અવનવી પ્રોડક્ટ્સ, જોઈ લો લિસ્ટ



ફાઇલ તસવીર
Apple New Produts Launch: અમેરિકન કંપની એપલે વર્ષ 2026 માટે મહત્વપૂર્ણ તૈયારીઓ કરી છે. મીડિયા રિપોર્ટ્સ સૂચવે છે કે કંપની આ વર્ષે 11 ઉપકરણો લોન્ચ કરશે. જેમાં iPhone 18 Pro, iPad 12 અને બીજા ઘણા બધા ઉપકરણોનો સમાવેશ થાય છે.
કંપની 2026ના અંત પહેલાં કુલ 11 ઉત્પાદનોનું લોન્ચિંગ કરવામાં આવશે. જેમાં નવા iPhones, iPads, Macs અને Apple Watchesનો સમાવેશ થાય છે. જો કે, Appleએ આ તમામ ઉત્પાદનોના લોન્ચ અંગે કોઈ સત્તાવાર વિગતો આપી નથી.
iPhone 18 Pro અને 18 Pro Max આવી રહ્યા છે
એપલ દર સપ્ટેમ્બરમાં તેની ફ્લેગશિપ સિરીઝ રજૂ કરે છે. ગયા વર્ષે તેણે iPhone 17 Pro લોન્ચ કર્યો હતો. આ વર્ષે કંપની iPhone 18 Pro સિરીઝ લાવી રહી છે. જૂના ટ્રેન્ડને અનુસરીને કંપની આ વર્ષે પણ સપ્ટેમ્બરમાં iPhone લોન્ચ કરશે.
લીક્સ અને મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવ્યો છે કે, આ વર્ષે લોન્ચ થનારી iPhone 18 Pro શ્રેણીમાં ઘણા અપડેટ્સ હશે અને કેટલાક ફીચર્સ પહેલીવાર જોવા મળશે. આઇફોન 18 પ્રો શ્રેણીમાં અગાઉના વર્ઝનની તુલનામાં સુધારેલા કેમેરા સેન્સર, એક નવો ચિપસેટ અને એક નાનો ડાયનેમિક આઇલેન્ડ હશે.
એપલ વોચ, આઈપેડ અને મેક વગેરે લોન્ચ થશે
એપલ આઈફોન 18 પ્રો શ્રેણી ઉપરાંત અન્ય ઉપકરણો પણ રજૂ કરશે. જેમાં એપલ વોચ, આઈપેડ અને મેકનો સમાવેશ થાય છે. કંપની આ વર્ષે આઈપેડની નવી લાઇનઅપ રજૂ કરશે. આઈપેડ 12 એપલ ઇન્ટેલિજન્સને સપોર્ટ કરતા ઝડપી ચિપસેટનો ઉપયોગ કરશે. આઈપેડ મીનીને OLED ડિસ્પ્લે સાથે અપગ્રેડ કરવામાં આવશે.
મેક અંગે પણ અહેવાલો સામે આવ્યા છે. મેક સ્ટુડિયો, મેક મિની અને આઇમેક આ વર્ષના અંતમાં લોન્ચ કરવામાં આવશે. આમાં નેક્સ્ટ જનરેશન M5 ચિપસેટનો ઉપયોગ કરવામાં આવશે. મેકબુક પ્રો OLED ડિસ્પ્લે સાથે લોન્ચ કરવામાં આવશે.




