Get News Alerts

Never miss breaking news updates.

ભારતીય ભાષાઓમાં AIથી લઈને સેટેલાઇટ ઇન્ટરનેટ સુધી અનેક મોટી જાહેરાતો

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની 49મી વાર્ષિક સામાન્ય સભા (AGM) દરમિયાન કંપનીએ ટેકનોલોજી ક્ષેત્રમાં અનેક મહત્વપૂર્ણ જાહેરાતો કરી છે. આ વખતે ખાસ ધ્યાન આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI), ડિજિટલ કનેક્ટિવિટી અને ભારતીય ભાષાઓમાં ટેકનોલોજી પહોંચાડવા પર કેન્દ્રિત રહ્યું.
Admin
AdminUpdated on: 19 Jun 2026 06:22 PM IST
ભારતીય ભાષાઓમાં AIથી લઈને સેટેલાઇટ ઇન્ટરનેટ સુધી અનેક મોટી જાહેરાતોભારતીય ભાષાઓમાં AIથી લઈને સેટેલાઇટ ઇન્ટરનેટ સુધી અનેક મોટી જાહેરાતો

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની 49મી વાર્ષિક સામાન્ય સભા (AGM) દરમિયાન કંપનીએ ટેકનોલોજી ક્ષેત્રમાં અનેક મહત્વપૂર્ણ જાહેરાતો કરી છે. આ વખતે ખાસ ધ્યાન આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI), ડિજિટલ કનેક્ટિવિટી અને ભારતીય ભાષાઓમાં ટેકનોલોજી પહોંચાડવા પર કેન્દ્રિત રહ્યું.

રિલાયન્સના ચેરમેન મુકેશ અંબાણીએ જણાવ્યું કે ભારત માત્ર વિદેશી AI ટેકનોલોજીનો ઉપયોગ કરનાર દેશ ન રહે, પરંતુ AI ક્ષેત્રમાં વૈશ્વિક નેતૃત્વ પ્રાપ્ત કરે તે જરૂરી છે. આ દિશામાં કંપની જામનગરમાં દેશનું 'સોવરીન AI બેકબોન' વિકસાવી રહી છે. આ ડેટા ઇન્ફ્રાસ્ટ્રક્ચર રિલાયન્સની ગ્રીન એનર્જીથી સંચાલિત થશે અને વર્ષના અંત સુધી તેની પ્રથમ 120 મેગાવોટ ક્ષમતા શરૂ કરવાની યોજના છે.

જિયોસ્ટારે 'JioStar GenAI Media Studio (JAMS)' નામનું AI આધારિત પ્લેટફોર્મ રજૂ કર્યું છે, જે કન્ટેન્ટ ક્રિએશનના દરેક તબક્કામાં મદદરૂપ બનશે. ઉપરાંત, 'Jio Teleframe' નામનું વૉઇસ-ફર્સ્ટ AI પ્લેટફોર્મ પણ રજૂ કરવામાં આવ્યું છે, જે મનોરંજન, શોપિંગ અને સ્માર્ટ હોમ ડિવાઇસીસ માટે કેન્દ્રિય હબ તરીકે કામ કરશે.

આકાશ અંબાણીએ AI પાવર્ડ કોલ એજન્ટની પણ જાહે0રાત કરી. આ સેવા કોઈ અલગ એપ્લિકેશન વગર જિયો નેટવર્કમાં ઉપલબ્ધ રહેશે. તે કોલનું રિયલ-ટાઇમ ટ્રાન્સક્રિપ્શન, મીટિંગ નોટ્સ તૈયાર કરવી તેમજ કેબ બુકિંગ, ફૂડ ઓર્ડર અને શેડ્યૂલિંગ જેવા કાર્યો કરી શકશે.

કંપની 22 ભારતીય ભાષાઓમાં AI સેવાઓ વિકસાવી રહી છે. JioBharatIQ, JioHealthIQ, JioLearnIQ અને JioKrishiIQ જેવી સેવાઓ ખેડૂતો, વિદ્યાર્થીઓ અને નાના વેપારીઓને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવી રહી છે.

આ ઉપરાંત, જિયોએ સેટેલાઇટ ઇન્ટરનેટ ક્ષેત્રમાં પણ પ્રવેશની તૈયારી દર્શાવી છે. AGM દરમિયાન JioHotstar માટે મલ્ટી-ફ્રેમ વ્યૂઇંગ ફીચરની જાહેરાત પણ કરવામાં આવી, જેના દ્વારા યુઝર્સ એકસાથે ચાર અલગ-અલગ સ્ટ્રીમ્સ જોઈ શકશે.

રિલાયન્સની આ જાહેરાતો ભારતને AI અને ડિજિટલ ઇનોવેશનના નવા યુગ તરફ આગળ ધપાવતી મહત્વપૂર્ણ પહેલ તરીકે જોવામાં આવી રહી છે.

AUTHOR
Admin

Admin

Author details are not available.