Get News Alerts

Never miss breaking news updates.

આંકલાવના અંબાવ પાસે એસટી બસ અને ટેન્કર વચ્ચે ગંભીર અકસ્માત, 15થી વધુ મુસાફરો ઇજાગ્રસ્ત

આંકલાવ તાલુકાના અંબાવ નજીક આજે એસટી બસ અને ટેન્કર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો. બેફામ ગતિએ આવી રહેલા ટેન્કરે એસટી બસને પાછળથી જોરદાર ટક્કર મારતા બસમાં સવાર 15થી વધુ મુસાફરો ઇજાગ્રસ્ત થયા હતા.
Rahul Desai
Rahul DesaiUpdated on: 08 Jun 2026 01:44 PM IST
આંકલાવના અંબાવ પાસે એસટી બસ અને ટેન્કર વચ્ચે ગંભીર અકસ્માત, 15થી વધુ મુસાફરો ઇજાગ્રસ્તઆંકલાવના અંબાવ પાસે એસટી બસ અને ટેન્કર વચ્ચે ગંભીર અકસ્માત, 15થી વધુ મુસાફરો ઇજાગ્રસ્ત

આણંદ આણંદ જિલ્લાના આંકલાવ તાલુકાના અંબાવ નજીક આજે એસટી બસ અને ટેન્કર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો. બેફામ ગતિએ આવી રહેલા ટેન્કરે એસટી બસને પાછળથી જોરદાર ટક્કર મારતા બસમાં સવાર 15થી વધુ મુસાફરો ઇજાગ્રસ્ત થયા હતા.

અકસ્માત બાદ ઘટનાસ્થળે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. સ્થાનિક લોકો અને રાહદારીઓ તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા. ઇજાગ્રસ્તોને પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

ઘટનાની જાણ થતાં આંકલાવ મામલતદાર ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને બાદમાં હોસ્પિટલની મુલાકાત લઈને ઇજાગ્રસ્તોની સ્થિતિ અંગે માહિતી મેળવી હતી. અકસ્માતને પગલે વિસ્તારમાં ટ્રાફિકજામના દૃશ્યો પણ સર્જાયા હતા, જેના કારણે વાહનવ્યવહારને અસર પહોંચી હતી.

સદનસીબે આ ગંભીર અકસ્માતમાં કોઈ જાનહાનિ નોંધાઈ નથી, પરંતુ મુસાફરોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે અને ટેન્કર ચાલક વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.

AUTHOR
Rahul Desai

Rahul Desai

Author details are not available.