અનંત અંબાણીના જન્મદિવસ નિમિત્તે અંબાણી પરિવારની મોટી જાહેરાત, દ્વારકામાં બનાવશે 30 કરોડનું ગેસ્ટ હાઉસ



ફાઇલ તસવીર
અનંત અંબાણીના જન્મદિવસ નિમિત્તે અંબાણી પરિવારની મોટી જાહેરાત, દ્વારકામાં બનાવશે 30 કરોડનું ગેસ્ટ હાઉસ



ફાઇલ તસવીર
Ambani Gifts to Dwarka: ગુજરાતના પવિત્ર ધામ દ્વારકા માટે એક મહત્વપૂર્ણ જાહેરાત સામે આવી છે. અનંત અંબાણીના જન્મદિન નિમિત્તે અંબાણી પરિવારે યાત્રાળુઓને સુવિધા આપવા માટે વિશેષ ભેટ આપી છે.
અંબાણી પરિવાર દ્વારા આશરે રૂ. 30 કરોડનું માતબર અનુદાન જાહેર કરવામાં આવ્યું છે, જેના અંતર્ગત દ્વારકામાં અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ ‘યાત્રી ભવન’ ગેસ્ટ હાઉસનું નિર્માણ કરવામાં આવશે. આ ભવન યાત્રાળુઓને આરામદાયક નિવાસ અને આધુનિક સુવિધાઓ પૂરી પાડશે.
છેલ્લા બે વર્ષમાં દ્વારકા ખાતે આવનારા યાત્રાળુઓની સંખ્યામાં સતત વધારો નોંધાયો છે, જેને ધ્યાનમાં રાખીને આ પ્રોજેક્ટ ખાસ મહત્વનો માનવામાં આવે છે. નવા યાત્રી ભવનના નિર્માણથી શ્રદ્ધાળુઓને રહેવા, આરામ અને અન્ય જરૂરી સુવિધાઓ સરળતાથી ઉપલબ્ધ થશે.
સ્થાનિક સ્તરે માનવામાં આવે છે કે, આ યાત્રી ભવન દ્વારકાના ધાર્મિક પ્રવાસનને વધુ પ્રોત્સાહન આપશે અને શહેરની પાયાની સુવિધાઓમાં નોંધપાત્ર વધારો કરશે. શ્રદ્ધાળુઓ માટે આ પહેલ આશીર્વાદરૂપ સાબિત થવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. અંબાણી પરિવારની આ પહેલ સામાજિક અને ધાર્મિક સેવાભાવનું ઉત્તમ ઉદાહરણ માનવામાં આવી રહી છે.




