આપમાં આંતરિક વિખવાદ, બે લોકો સામે ફરિયાદ નોંધાતા અટકાયત



આપમાં આંતરિક વિખવાદ, બે લોકો સામે ફરિયાદ નોંધાતા અટકાયત



આણંદઃ વડોદરાના આમ આદમી પાર્ટીના નેતા સામે આણંદમાં ફરિયાદ નોંધવામાં આવી છે. ત્યારે ફરિયાદને આધારે પોલીસે વડોદરા આમ આદમી પાર્ટી શહેર પ્રમુખ અશોક ઓઝા અને આણંદના નીતિન ડોબરીયાની અટકાયત કરી છે. ઉલ્લેખનીય છે કે, આણંદ સાઇબર ક્રાઇમ પોલીસ મથકે ગુનો નોંધાયા બાદ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
આમ આદમી પાર્ટીના આંતરિક વિવાદમાં IBના નામે આપના કેન્દ્રીય નેતાને ફોન કરવામાં આવ્યો હતો. ત્યારે આ સમગ્ર મામલે આમ આદમી પાર્ટીના અરવિંદ કેજરીવાલ, દુર્ગેશ પાઠક અને ગોપાલ ઇટાલિયાએ પણ એક્સ પોસ્ટ કરી હતી. ટ્વીટમાં IB પર ગંભીર આક્ષેપ લગાવ્યા હતા.
આ મામલે પોલીસ ફરિયાદ નોંધાતા જાણવા મળ્યું હતું કે, આણંદના નીતિન ડોબરીયા અને વડોદરાના અશોક ઓઝાના કહેવાથી દુર્ગેશ પાઠકને IBના નામે ફોન કરવામાં આવતો હતો અને હેરાન કરવામાં આવતા હતા. દિલ્હીથી વડોદરા મુકાયેલા આપના પૂર્વ ધારાસભ્ય દુર્ગેશ પાઠકને વડોદરા શહેર પ્રમુખ અશોક ઓઝા ટાર્ગેટ કરતો હતો.
ત્યારે પાર્ટીમાં પોતાનું કદ નાનું થઈ જવાના ભયથી અશોકે મિત્રની મદદથી કાવતરું ઘડ્યું હતું. ત્યારે આ મામલે આણંદ પોલીસે તાપસ કરી સાઇબર ક્રાઇમ પોલીસ મથકે બે લોકો સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. જેમાં આણંદ પોલીસે આપ નેતા અશોક ઓઝા અને તેનો મિત્ર નીતિન ડોબરીયાને ઝડપી પાડ્યા હતા.




