બગસરા તાલુકાના ઘંટીયાણ ગામે સિંહણનો 7 વર્ષના બાળક પર હુમલો, બાળકનું મોત



બગસરા તાલુકાના ઘંટીયાણ ગામે સિંહણનો 7 વર્ષના બાળક પર હુમલો, બાળકનું મોત



અમરેલી અમરેલી જિલ્લાના બગસરા તાલુકાના ઘંટીયાણ ગામની સીમ વિસ્તારમાં એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. અહીં સિંહણ દ્વારા 7 વર્ષના બાળક પર હુમલો કરી તેને ફાડી ખાધાની ચોંકાવનારી ઘટના બની છે, જેમાં બાળકનું મોત થયું છે.
માહિતી મુજબ, પારસભાઈ સોજીત્રાની વાડીમાં મધ્યપ્રદેશના પરપ્રાંતીય પરિવારનો 7 વર્ષનો બાળક હાજર હતો ત્યારે સિંહણ દ્વારા અચાનક હુમલો કરવામાં આવ્યો હતો.
આ ઘટનાથી મોડી રાતે ગામમાં ભારે રોષ અને નારાજગી જોવા મળી હતી. ગ્રામજનોએ સિંહ અને દીપડાના સતત અવરજવર અને અગાઉ થયેલા હુમલાના બનાવોને લઈને વનવિભાગ સામે આક્રોશ વ્યક્ત કર્યો છે.
ઘટનાની જાણ થતાં જ બગસરા વનવિભાગના ACF સહિતનો સ્ટાફ તાત્કાલિક સ્થળ પર દોડી ગયો હતો અને સિંહણને પકડવા માટે કવાયત હાથ ધરવામાં આવી છે.
પ્રાથમિક અનુમાન મુજબ હુમલો કરનાર સિંહણ પોતાના સિંહબાળ સાથે હોવાનું માનવામાં આવી રહ્યું છે, જેના પગલે વિસ્તારમાં વધુ સાવચેતી રાખવામાં આવી રહી છે.




