Get News Alerts

Never miss breaking news updates.

બગસરા તાલુકા પંચાયતમાં ભાજપના ઉમેદવારનું ફોર્મ રદ, તો ધારી નગરપાલિકામાં એક વોર્ડમાં બિનહરીફ જીત

Gujarat Local Body Elections 2026: અમરેલી જિલ્લાની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં એક તરફ ભાજપને બગસરા તાલુકા પંચાયતમાં આંચકો લાગ્યો છે, તો બીજી તરફ ધારી નગરપાલિકામાં ભાજપે એક વોર્ડમાં બિનહરીફ જીત સાથે ખાતું ખોલ્યું છે.
Admin
AdminUpdated on: 13 Apr 2026 09:16 PM IST
બગસરા તાલુકા પંચાયતમાં ભાજપના ઉમેદવારનું ફોર્મ રદ, તો ધારી નગરપાલિકામાં એક વોર્ડમાં બિનહરીફ જીતબગસરા તાલુકા પંચાયતમાં ભાજપના ઉમેદવારનું ફોર્મ રદ, તો ધારી નગરપાલિકામાં એક વોર્ડમાં બિનહરીફ જીત

Gujarat Local Body Elections 2026: અમરેલી જિલ્લાની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં એક તરફ ભાજપને બગસરા તાલુકા પંચાયતમાં આંચકો લાગ્યો છે, તો બીજી તરફ ધારી નગરપાલિકામાં ભાજપે એક વોર્ડમાં બિનહરીફ જીત સાથે ખાતું ખોલ્યું છે.

બગસરા તાલુકા પંચાયતની સમઢિયાળા અનુસૂચિત આદિજાતિ બેઠક પર ભાજપના ઉમેદવાર મીરાબેન ગજેરાનું ઉમેદવારી ફોર્મ ચકાસણી દરમિયાન રદ કરવામાં આવ્યું છે. ફોર્મ ચકાસણી પ્રક્રિયામાં કુલ 23માંથી 22 ફોર્મ માન્ય જાહેર થયા છે. સમઢિયાળા બેઠક પર હવે આમ આદમી પાર્ટી (આપ) અને કોંગ્રેસ વચ્ચે સીધી ચૂંટણી ટક્કર જોવા મળશે. બગસરા તાલુકા પંચાયતની કુલ 16 બેઠકો માટે ચૂંટણી યોજાશે.

બીજી તરફ, ધારી નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપે બિનહરીફ જીત સાથે શ્રીગણેશ કર્યો છે. વોર્ડ નંબર 3માં પૂર્વ ધારાસભ્ય મનસુખભાઈ ભુવાની પેનલ સામે માત્ર બે ઉમેદવારો એ ઉમેદવારી નોંધાવી હતી. ફોર્મ ચકાસણી દરમિયાન એક ફોર્મ રદ થયું અને બીજા ઉમેદવારે પોતાનું ફોર્મ પરત ખેંચી લીધું હતું, પરિણામે ભાજપના તમામ ચાર ઉમેદવારો બિનહરીફ ચૂંટાયા છે.

ધારી નગરપાલિકાની પ્રથમ ચૂંટણીમાં મળેલી આ જીતને ભાજપે ભવ્ય રીતે ઉજવી હતી. શહેરની મુખ્ય બજારમાં કાર્યકરોએ ફટાકડા ફોડી અને મીઠાઈ વહેંચી આનંદ વ્યક્ત કર્યો હતો. કુલ 7 વોર્ડમાંથી 1 વોર્ડ બિનહરીફ થયા બાદ હવે બાકીના 6 વોર્ડમાં ચૂંટણી યોજાશે. પૂર્વ ધારાસભ્ય મનસુખભાઈ ભુવાએ બાકીના તમામ વોર્ડમાં પણ ભાજપની જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે.

AUTHOR
Admin

Admin

Author details are not available.