Get News Alerts

Never miss breaking news updates.

અમરેલીમાં જમીન વિવાદમાં સગા ભાઈએ ભાઈની હત્યા, કંટાળા ગામમાં હાહાકાર

અમરેલી જિલ્લાના ખાંભા તાલુકાના કંટાળા ગામે જમીન વિવાદે ભયાનક સ્વરૂપ ધારણ કર્યું છે. માતાના નામે આવેલી જમીનના ભાગવાટાને લઈને બે સગા ભાઈઓ વચ્ચે થયેલા ઝઘડામાં એક ભાઈએ બીજાની હત્યા કરી નાખતા સમગ્ર વિસ્તારમાં શોક અને ચકચાર ફેલાઈ ગઈ છે.
Rahul Desai
Rahul DesaiUpdated on: 04 Jun 2026 03:26 PM IST
અમરેલીમાં જમીન વિવાદમાં સગા ભાઈએ ભાઈની હત્યા, કંટાળા ગામમાં હાહાકારઅમરેલીમાં જમીન વિવાદમાં સગા ભાઈએ ભાઈની હત્યા, કંટાળા ગામમાં હાહાકાર

અમરેલી: જિલ્લાના ખાંભા તાલુકાના કંટાળા ગામે જમીન વિવાદને લઈને સગા ભાઈ દ્વારા ભાઈની હત્યા કરાયાનો ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. માતાના નામે આવેલી જમીનના ભાગવાટાને લઈને પરિવારમાં લાંબા સમયથી મનદુઃખ ચાલી રહ્યું હતું.

મળતી માહિતી મુજબ, વિવાદિત જમીનમાં રોટાવેટર ચલાવવાના મુદ્દે ગત રાત્રે બે ભાઈઓ વચ્ચે ઉગ્ર તકરાર થઈ હતી. આ તકરાર ધીમે ધીમે વધી જઈને બંને પરિવારો વચ્ચે હથિયાર સાથે મારામારી સુધી પહોંચી હતી, જેમાં નાનાભાઈ પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો.

હિંસક ઝઘડામાં કંટાળા ગામના રાઘવભાઈ ભગવાનભાઈ સોંદરવા (ઉંમર 48)નું મોત થયું હતું. ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી.

ઘટના બાદ ખાંભા પોલીસ સ્ટેશનમાં બંને પક્ષે સામસામે ફરિયાદ નોંધાઈ છે અને પોલીસે આગળની તપાસ શરૂ કરી છે.

AUTHOR
Rahul Desai

Rahul Desai

Author details are not available.