Amreli: જાફરાબાદમાં SMCનો જુગારધામ પર દરોડો, 15 આરોપી ઝડપાયા

Amreli: જાફરાબાદના વાપાળીયા વિસ્તારમાં ચાલતા જુગારધામ પર સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC)ની ટીમે દરોડો પાડી મોટી કાર્યવાહી કરી છે. દરોડા દરમિયાન અંદર-બહાર જન્નાનો જુગાર રમતા 15 આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે.
Rahul Desai
Rahul Desai
Amreli: જાફરાબાદમાં SMCનો જુગારધામ પર દરોડો, 15 આરોપી ઝડપાયાAmreli: જાફરાબાદમાં SMCનો જુગારધામ પર દરોડો, 15 આરોપી ઝડપાયા

Amreli: જાફરાબાદના વાપાળીયા વિસ્તારમાં ચાલતા જુગારધામ પર સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC)ની ટીમે દરોડો પાડી મોટી કાર્યવાહી કરી છે. દરોડા દરમિયાન અંદર-બહાર જન્નાનો જુગાર રમતા 15 આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે.

દરોડામાં શું મળ્યું?

DGP જી.એસ. મલિકની સૂચના બાદ SMCની ટીમ દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી હતી. SMCના PI આર.કે. કરમટા અને તેમની ટીમે વાપાળીયા વિસ્તારમાં દરોડો પાડ્યો હતો.

દરોડા દરમિયાન પોલીસે કુલ ₹3,28,600નો મુદ્દામાલ જપ્ત કર્યો હોવાનું જણાવાયું છે.

15 આરોપીઓ ઝડપાયા
₹1,61,600 રોકડ જપ્ત
ગંજીપાના કબ્જે લેવાયા
મોબાઈલ ફોન જપ્ત કરાયા
ઘટનાસ્થળેથી 3 વાહનો કબ્જે
તમામ આરોપીઓ સામે ગુનો નોંધાયો

જાફરાબાદ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ: 

SMCની કાર્યવાહી બાદ પકડાયેલા તમામ 15 આરોપીઓ સામે જાફરાબાદ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે. પોલીસે સમગ્ર મામલે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

SMCની કાર્યવાહીથી ચકચાર: 

જાફરાબાદના વાપાળીયા વિસ્તારમાં ચાલતા જુગારધામ પર થયેલી આ કાર્યવાહીથી સ્થાનિક વિસ્તારમાં ચકચાર મચી છે. DGPની સૂચના બાદ SMC દ્વારા કરવામાં આવેલી આ કાર્યવાહી ગેરકાયદેસર જુગારની પ્રવૃત્તિ સામે પોલીસ તંત્રની કડક કાર્યવાહી તરીકે જોવામાં આવી રહી છે.