ધારી ગીરના ગ્રામ્ય વિસ્તારમાં મુશળધાર વરસાદ, ખોડિયાર ડેમના 9 દરવાજા ખોલાયા; 40થી વધુ ગામોને એલર્ટ



ધારી ગીરના ગ્રામ્ય વિસ્તારમાં મુશળધાર વરસાદ, ખોડિયાર ડેમના 9 દરવાજા ખોલાયા; 40થી વધુ ગામોને એલર્ટ



Amreli Heavy Rain: ધારી ગીરના ગ્રામ્ય વિસ્તારમાં સતત મુશળધાર વરસાદને પગલે અમરેલી જિલ્લાના સૌથી મોટા ખોડિયાર ડેમમાં પાણીની આવકમાં નોંધપાત્ર વધારો થયો છે. સ્થિતિને ધ્યાનમાં રાખીને ડેમના 9 દરવાજા 1.52 મીટર સુધી ખોલવામાં આવ્યા છે.
હાલ ડેમમાં 31,950 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે અને તેટલી જ માત્રામાં, એટલે કે 31,950 ક્યુસેક પાણીની જાવક કરવામાં આવી રહી છે, જેથી ડેમનું જળસ્તર નિયંત્રિત રાખી શકાય.
ડેમના તમામ 9 દરવાજા એકસાથે ખોલાતા નીચાણવાળા વિસ્તારોમાં જળસ્તર વધવાની સંભાવનાને ધ્યાનમાં રાખીને અમરેલી અને ભાવનગર જિલ્લાના 40થી વધુ ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે.
સ્થાનિક તંત્ર દ્વારા નદી કિનારા અને નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને સાવચેત રહેવા તેમજ જરૂરી સૂચનાઓનું પાલન કરવાની અપીલ કરવામાં આવી છે. બચાવ અને સુરક્ષાની દૃષ્ટિએ વહીવટી તંત્ર સતત સ્થિતિ પર નજર રાખી રહ્યું છે.




